ઑનલાઇન શિક્ષણની માર્કેટ ૨૦૩૦ સુધીમાં ૩૧૩ અબજ ડૉલરની બની જશે : અહેવાલ

19 November, 2021 05:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં ઑનલાઇન શિક્ષણની માર્કેટ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૧૩ અબજ ડૉલરની બની જશે, એવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 

પ્રતિકાત્મક તસવીર

ભારતમાં ઑનલાઇન શિક્ષણની માર્કેટ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૧૩ અબજ ડૉલરની બની જશે, એવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 
એસ્પાયર સર્કલ નામની સંસ્થાએ બહાર પાડેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ રોગચાળા દરમિયાન શાળાઓ બંધ રહેવાથી લગભગ ૧૫ કરોડ કન્યાઓના શિક્ષણ પર વિપરીત અસર થઈ હતી. 
શિક્ષણ ક્ષેત્રે ટેક્નૉલૉજીના ઉપયોગને પગલે ૨૦૩૦ સુધીમાં પચાસ લાખ વધુ રોજગારનું સર્જન થશે અને શિક્ષણનો લાભ ૪૨.૯ કરોડ લોકો સુધી પહોંચશે. રોકાણકારો, ઉદ્યમીઓ અને નીતિના ઘડવૈયાઓએ આ બાબત પર લક્ષ આપવાની જરૂર છે, એમ ઉક્ત સંસ્થાના સ્થાપક અમિત ભાટિયાએ કહ્યું છે. 

business news