Facebook પર આ બેન્કે લગાવ્યો કોપી કરવાનો આક્ષેપ

21 June, 2019 05:03 PM IST  | 

Facebook પર આ બેન્કે લગાવ્યો કોપી કરવાનો આક્ષેપ

ફેસબુક પર લોગો કોપી કરવાનો આક્ષેપ

છેલ્લા ઘણા સમયથી Facebook પર ડેટા ચોરીના આક્ષેપ લાગ્યા છે. ત્યારે વધુ એક આરોપ ફેસબુક પર લાગ્યો છે. આ વખતે લોગો કોપી કરવાનો આક્ષેપ લાગ્યો છે. ઓનલાઈન બેન્કિંગ કંપની કરંટે ફેસબુક પર આક્ષેપ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ફેસબુકે તેના ગ્લોબલ ડિજિટલ કરન્સી લિબ્રા વિશે જાહેરાત કરી હતી. આ સાથે જ કંપનીએ કેલિબ્રા નામની એક સબસિડરી ફર્મ બનાવી છે જેમાં લિબ્રાના ડિજિટલ વોલેટ તરીકે ઉપયોગ કરી શકાય છે.

બંને કંપનીનો લોગો એક સરખો દેખાય છે
ફેસબુકની કરન્સી લિબ્રા અને ઓનલાઈન બેન્કિંગ કંપની કરંટનો લોગો સરખો દેખાય છે માત્ર તેમા કલરનો ફરક છે. ઓનલાઈન બેન્કિંગ કંપની કરંટે આ વિશે ફેસબુકની મજાક ઉડાવતી પોસ્ટ મુકી હતી. પોસ્ટમાં કરંટ અને ફેસબુકની લિબ્રા કરન્સી લોગો છે અને ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, જ્યારે ક્લર ઓછા પડી જાય તો આવુ થાય છે.' કરંટની ઍપ્લિકેશનમાં એક કરતા વધારે કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે ફેસબુકની લિબ્રામાં માત્ર એક જ કલરનો ઉપયોગ કરાયો છે.

આ પણ વાંચો: ભારત અને ચીન પછી હવે અમેરિકામાં પણ ઈનવેસ્ટ કરશે OYO

CNBC સાથેના એક ઈન્ટરવ્યૂમાં કરંટના સીઈઓ સ્ટૂઅર્ટે કહ્યું હતું કે, કેલિબ્રાનો લોગો કરંટના લોગો જેવો છે. બીજી કંપનીઓના કામ કરવાને લઈને ગ્લોબલ ફાઈનાન્સિયલ સિસ્ટમ પર ટ્રસ્ટ બનાવવાની રીત હાસ્યાસ્પદ છે. કરંટ કંપનીએ આ લોગો બનાવવા માટે 6 મહિના સુધી સતત મહેનત કરી હતી જ્યારે ફેસબુકે એ લોગોમાં કોઈ પણ મોટા બદલાવ કર્યા વગર જ ઉપયોગ કરી લીધો હતો. રિપોર્ટ અનુસાર આવનારા વર્ષ સુધીમાં ફેસબુક લિબ્રા કરન્સીને મેસેન્જર અને વૉટ્સઍપમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે. જેની મદદથી યૂઝર્સ પૈસાની લેવડ-દેવડ કરી શકશે.

facebook gujarati mid-day business news