Relianceમાં રોકાણનો સિલસિલો ચાલુ, 5512.50 કરોડનું રોકાણ

06 October, 2020 08:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Relianceમાં રોકાણનો સિલસિલો ચાલુ, 5512.50 કરોડનું રોકાણ

મુકેશ અંબાણી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની(Mukesh Ambani) આગેવાની હેઠળ રિલાયન્સ ગ્રૂપના રિટેલ બિઝનેસમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ - ADIA) 5,512.50 કરોડનું રોકાણ કરશે. આ રોકાણ દ્વારા એડીઆઈએ રિલાયન્સ રિટેલમાં 1.2 ટકા હિસ્સો ખરીદશે. આ રોકાણ સાથે, આરઆરવીએલે સિલ્વર લેક, કેકેઆર, જનરલ એટલાન્ટિસ, મુબાદલા, જીઆઈસી, ટીપીજી અને આઈડિયા જેવા અગ્રણી વૈશ્વિક રોકાણકારો દ્વારા ચાર અઠવાડિયામાં રૂ., 37,710 કરોડનું રોકાણ મેળવ્યું છે. 

આરઆઈએલ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) અને રિલાયન્સ રિટેલ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ - RRVL) એ વાતની ઘોષણા કરે છે કે અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની આરઆરવીએલમાં રૂ. 5,512.50 કરોડનું રોકાણ કર્યું છે. 

આરઆરવીએલની પેટાકંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ દેશના સૌથી મોટા અને સૌથી ઝડપથી વિકસતા અને સૌથી નફાકારક રિટેલ બિઝનેસનું સંચાલન કરે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, "અમે તાજેતરના રોકાણ અને એડીઆઇએના કાયમી સહકારીથી ખુશ છીએ. અમે આશા રાખીએ છીએ કે વિશ્વવ્યાપી તથા જે સતત ચાર દાયકાથી વેલ્થ બિલ્ડિંગ કરતું આવ્યું છે તેવા એડીઆઇએના મજબૂત ટ્રેક રેકોર્ડથી અમને ફાયદો થશે. એડીઆઇએનું રોકાણ રિલાયન્સની ક્ષમતા પરનો તેનો વિશ્વાસ સાબિત કરે છે. 

mukesh ambani reliance