ઓમાઇક્રોનના કેરને લીધે અપૅરલનું વેચાણ ૩૦ ટકા ઘટશે ઃ કેઇટ

13 January, 2022 01:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)એ કહ્યું કે ઓમાઇક્રોનનો કેર વધતો હોવાથી ભારતના અપૅરલ વેચાણમાં ૩૦ ટકાનો ઘટાડો થશે.

ઓમાઇક્રોનના કેરને લીધે અપૅરલનું વેચાણ ૩૦ ટકા ઘટશે

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેઇટ)એ કહ્યું કે ઓમાઇક્રોનનો કેર વધતો હોવાથી ભારતના અપૅરલ વેચાણમાં ૩૦ ટકાનો ઘટાડો થશે.
કેઇટના સર્વે મુજબ સ્થાનિક વેપાર ૪૫ ટકા ઘટ્યો છે. દિલ્હી-એનસીઆર જેવા અપૅરલ ઉત્પાદન હબમાં પ્રવાસી મજૂરો હજી પોતાના ગામમાં જ છે, તેઓ હજી ફૅક્ટરીમાં આવ્યા નથી. અમુક પીપીઈ ઉત્પાદકો પાસે વધુ પ્રમાણમાં નવા ઑર્ડર આવ્યા છે, નિકાસના ઑર્ડર પણ આવ્યા છે, પરંતુ ગાર્મેન્ટના નવા ઑર્ડર મળી રહ્યા નથી. ઓમાઇક્રોનના કેરને લીધે સેન્ટિમેન્ટ નકારાત્મક બન્યું છે.

business news