ફ્લેક્સિબલ વર્ક ફોર્સની સંખ્યા ૭ મોટાં શહેરોમાં બે ગણી વધી

21 June, 2022 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોવિડ રોગચાળાની બીજી લહેર પછી ફ્લેક્સિબલ વર્ક સ્પેસમાં વધારો થયો છે

પ્રતીકાત્મક તસવીર

કો-વર્કિંગ ઑફિસ સ્પેસની માગ છેલ્લા નાણાકીય વર્ષમાં ૭ મોટાં શહેરોમાં ૯૦,૨૦૦ ડેસ્ક પર બે ગણી વધી ગઈ છે, કારણ કે કોવિડ રોગચાળાની બીજી લહેર પછી ફ્લેક્સિબલ વર્ક સ્પેસમાં વધારો થયો છે એમ જેએલએલ ઇન્ડિયા અને ક્યુડેસ્ક દ્વારા સંયુક્ત અહેવાલમાં જણાવાયું છે.

૨૦૨૦-’૨૧ના નાણાકીય વર્ષમાં ૭ શહેરોમાં ૩૭,૩૦૦થી વધુ બેઠકો લીઝ પર આપવામાં આવી હતી. ફ્લેક્સિબલ સીટની કુલ માગ કલકત્તામાં ૨૪૩૨, હૈદરાબાદમાં ૮૨૮૪, ચેન્નઈમાં 11,312, ૧૧,૩૧૨, મુંબઈમાં ૧૨,૫૦૦ દિલ્હી-એનસીઆરમાં ૧૪,૯૦૦ ડેસ્ક, પુણેમાં ૧૫,૬૫૯ ડેસ્ક અને બૅન્ગલોરમાં ૨૫,૧૩૦ હતી.

ટૂંકી લીઝની મુદત સંપૂર્ણ સેવાવાળી, સુવિધાથી ભરપૂર ઑફિસો અન્ય કેટલાંક પરિબળો છે, જેનાથી માગ વધી છે.

૨૦૨૧-’૨૨માં લીઝ પર આપવામાં આવેલી કુલ ફ્લેક્સિબલ સીટમાંથી ૬૨ ટકા મૅનેજ્ડ ઑફિસ સ્પેસ માટે જવાબદાર છે. અગાઉના વર્ષમાં આ હિસ્સો બાવન ટકા હતો.

business news