કો-લોકેશન કેસ : 1,000 કરોડ રૂપિયાના સેબીના દંડનો આદેશ એનએસઈ પડકારશે

18 May, 2019 02:59 PM IST  | 

કો-લોકેશન કેસ : 1,000 કરોડ રૂપિયાના સેબીના દંડનો આદેશ એનએસઈ પડકારશે

NSEને SEBIએ ફટકાર્યો 1,000 કરોડનો દંડ

માર્કેટ રેગ્યુલેટર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ ર્બોડ ઑફ ઇન્ડિયા (સેબી) દ્વારા દેશના સૌથી મોટા એવા નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)ને કેટલાક પસંદગીના બ્રોકરને અલગ સગવડ આપતા કો-લોકેશન કેસમાં રૂ. ૧૦૦૦ કરોડનો દંડ ફટકાર્યો હતો. સેબીના આદેશને ઍપેલેટ ટ્રિબ્યુનલમાં પડકારવાનો એનસએસઈના ર્બોડે નર્ણિય લીધો છે.

એનએસઈનું બોર્ડ માને છે કે સેબીના આદેશનો અભ્યાસ કર્યા પછી એવું લાગી રહ્યું છે કે એક્સચેન્જની ટ્રિબ્યુનલ તરફથી આ કેસમાં રાહત મળી શકે તેવી શક્યતા છે. આગામી થોડા દિવસોમાં ટ્રિબ્યુનલમાં અરજી કરવામાં આવશે એવી જાણકારી મળી રહી છે.

આ પણ વાંચો: ડૉલરનું સેફ હેવન સ્ટેટસ સુધરતાં સોનામાં ઝડપી ઘટાડો

સેબીના આદેશમાં કો-લોકેશનની પ્રથા છેતરપિંડી હોય એ અંગે એક્સચેન્જ અને તેના પૂવર્‍ અધ્યક્ષ રવિ નારાયણ અને ચિત્ર રામકૃષ્ણને ક્લીન ચિટ આપી હતી, પણ એક્સચેન્જની દરેક વ્યક્તિને પારદર્શક અને સમાન અધિકાર મળવો જોઈએ એમાં નિષ્ફળતા માટે સેબીએ દંડ અને પેનલ્ટીનો આદેશ કર્યો હતો. એક્સચેન્જ ઉપરાંત નારાયણ અને રામકૃષ્ણને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત સેબીએ એનએસઈ ઉપર બજારમાંથી શૅર કે બૉન્ડના ઇશ્યુ ઉપર છ મહિનાનો પ્રતિબંધ પણ ફરમાવ્યો છે. 

business news