બેંકથી 50 હજાર રૂપિયાથી વધુ રોકડ લેવડદેવડ હવે આધાર કાર્ડથી પણ થશે

07 July, 2019 04:43 PM IST  |  નવી દિલ્હી

બેંકથી 50 હજાર રૂપિયાથી વધુ રોકડ લેવડદેવડ હવે આધાર કાર્ડથી પણ થશે

બેંકથી 50 હજાર રૂપિયાથી વધુ રોકડ લેવડદેવડ હવે આધાર કાર્ડથી પણ થશે

જો કોઈની પાસે પાન કાર્ડ ઉપલબ્ધ નથી, તો તેઓ બેંકમાં આધાર કાર્ડનો ઉપયોગ કરીને 50 હજાર રૂપિયાથી વધુની રોકડની લેવડ દેવડ કરી શકે છે. રાજસ્વ સચિવ અજય ભૂષણ પાંડેએ શનિવારે કહ્યું કે બેંક પોતાના સિસ્ટમને એ રીતે અપગ્રેડ કરી લે, જેથી જ્યાં ક્યાંય પણ પાન કાર્ડનો ઉપયોગ અનિવાર્ય હોય ત્યાં ગ્રાહક આધાર કાર્ડનો ઉપયોગ કરીને કામ ચલાવી શકે છે. વર્તમાનમાં બેંકથી 50 હજાર રૂપિયાથી વધુ રોકડ ઉપાડવા માટે કે જમા કરાવવા માટે ગ્રાહક પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે બજેટ રજૂ કરતા કહ્યું હતું કે ગ્રાહક કેટલાક નિયમોનું સરળતાથી પાલન કરી શકે, તેના માટે પાન કાર્ડની જગ્યાએ આધાર કાર્ડના ઉપયોગને પણ સ્વીકૃતિ આપવામાં આવશે. એવામાં એ દરેક જગ્યા પર આધાર કાર્ડને વિકલ્પના રૂપમાં ઉપયોગમાં લઈ શકાશે, જ્યાં પાન કાર્ડનો ઉપયોગ અનિવાર્ય છે.

પાંડેએ કહ્યું કે વર્તમાનમાં 22 કરોડ પાન કાર્ડ જ આધાર કાર્ડ સાથે જોડાયેલા છે, જ્યારે 120 કરોડથી વધુ લોકો પાસે આધાર કાર્ડ છે. માની લો કે કેટલાક લોકો પાસે પાન કાર્ડ નથી, પરંતુ આધાર કાર્ડ છે. તે તેઓ આધાર કાર્ડના માધ્યથી જ પાન કાર્ડ બનાવશે અને તેનો ઉપયોગ કરી શકશે. એવામાં પાન કાર્ડની જગ્યાએ સીધો આધાર કાર્ડનો ઉપયોગ કરવું વધારે સુવિધાનજનક છે.

આ પણ વાંચોઃ રોકાણ માટે પોસ્ટ ઑફિસની આ સ્કીમ છે બેસ્ટ, પૈસા ડૂબવાનો પણ ખતરો નથી

એ પૂછવા પર કે શું પાન કાર્ડ ધીમે-ધીમે ખત્મ થઈ જશે. પાંડેનું કહેવું હતું કે એવું નહી થાય. એ જ કારણ છે કે લોકો અનેક જગ્યાએ આધાર કાર્ડના બદલે પાન કાર્ડનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, પરંતુ બેંકના સિસ્ટમમાં અમે એવી જગ્યા લાવવા માંગીએ છે કે જ્યાં દરેક પાન કાર્ડના બદલે આધાર કાર્ડનો વિકલ્પ ઉપલબ્ધ હોય.

business news