ટીવી, વૉશિંગ મશીન-​ફ્રિજ ત્રણથી પાંચ ટકા મોંઘાં થશે

13 May, 2022 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતર મોંઘી બનતાં ભાવ વધશે

પ્રતીકાત્મક તસવીર

ટીવી, વૉશિંગ મશીન અને રેફ્રિજરેટર્સ સહિત હોમ એપ્લાયન્સિસ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સની કિંમતો મેના અંતથી અથવા જૂનના પ્રથમ સપ્તાહથી ત્રણથી પાંચ ટકા સુધી વધવાની ધારણા છે, કારણ કે ઉત્પાદકો વધતાં ઇનપુટ ખર્ચની અસર ખરીદદારોને પસાર કરે છે એમ ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.

તદુપરાંત, અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયાનું અવમૂલ્યન ઉત્પાદકોને વધુ મુશ્કેલીમાં મૂકે છે, કારણ કે આયાતી ઘટકો મોંઘા બન્યા છે. ઉદ્યોગ મોટા ભાગે મુખ્ય કાચા માલો માટે આયાત પર નિર્ભર છે.

પડકારોમાં ઉમેરો કરતાં ચીનમાં કોવિડ-વાઇરસના કેસમાં થયેલા વધારાને પગલે શહેરમાં કડક લૉકડાઉનને કારણે શાંઘાઈ બંદર પર કન્ટેનરનો ઢગલો થવાથી પણ અમુક પાર્ટ્સની અછત જોવા મળી રહી છે. આનાથી ઉત્પાદકોના સ્ટૉક પર દબાણ આવ્યું છે અને ઘણી ટોચની લાઇન પ્રોડક્ટ્સ કે જેઓ ઓછી સ્થાનિક મૂલ્યવૃદ્ધિ ધરાવે છે અને મોટા ભાગે આયાત પર આધારિત છે એ બજારમાં ઉપલબ્ધ નથી.

business news