મોરેટોરિયમનો સમયગાળો 6 મહિનાથી વધારવો સંભવ નથી: RBI

10 October, 2020 07:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોરેટોરિયમનો સમયગાળો 6 મહિનાથી વધારવો સંભવ નથી: RBI

પ્રતીકાત્મક તસવીર

રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં નવી એફિડેવિટ દાખલ કરી છે. એફિડેવિટમાં આરબીઆઈએ કહ્યુ છે કે કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત સેક્ટર્સને વધુ રાહત આપવી સંભવ નથી.

આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે મોરેટોરિયમનો સમયગાળો 6 મહિનાથી વધારવો સંભવ નથી. તમને જણાવી દઈએ કે 13 ઓક્ટોબર પહેલા સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમ મામલે સુનાવણી થતા પહેલા આરબીઆઈએ ન્યાયાલયમાં પોતાની એફિડેવિટ દાખલ કરી છે.

પોતાની એફિડેવિટમાં ભારતીય રિઝર્વ બેંકે કહ્યુ કે 2 કરોડ સુધીની લોન માટે ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવામાં આવી શકે છે પરંતુ તેમ છતાં વધુ કોઈ રાહત આપવી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને બેંકિંગ ક્ષેત્ર માટે હાનિકારક થઈ શકે છે. આરબીઆઈએ કહ્યુ કે છ મહિનાથી વધુ મોરેટોરિયમ ઉધારકર્તાઓના ક્રેડિટ વ્યવહારને પ્રભાવિત કરી શકે છે અને નિર્ધારિત ચૂકવણીને ફરીથી શરૂ કરવામાં વિલંબના જોખમને વધારી શકે છે. આનાથી અર્થવ્યવસ્થામાં લોન નિર્માણની પ્રક્રિયા પર ખરાબ પ્રભાવ પડશે.

આરબીઆઈએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે સરકાર પહેલા જ 2 કરોડ સુધીના નાની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ ન લેવાનો નિર્ણય કરી ચૂકી છે અને તેનાથી વધુ રાહત આપવી સંભવ નથી. રિયલ એસ્ટેટ સેક્ટર સહિત અમુક ક્ષેત્ર કોરોના આવતા પહેલા જ મુશ્કેલીનો સામનો કરી રહ્યુ હતુ. કોવિડ-19 દરમિયા સરકાર તરફથી આપવામાં આવેલુ મોરેટોરિયમ તેમની બધી સમસ્યાઓનો ઉકેલ ન હોઈ શકે. આ ઉપરાંત આરબીઆઈએ કોર્ટેને કહ્યુ કે લોનની ચૂકવણી ન કરનારા બધા ખાતાઓને નોન પર્ફોમિંગ એસેટ (NPA) ઘોષિત કરવા પર લાગેલી રોકને હટાવવામાં આવે, આનાથી બેંકિંગ વ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે.

reserve bank of india business news supreme court