બીટકૉઇનને ચલણ તરીકે માન્યતા આપવાની કોઈ દરખાસ્ત નથી : નાણાપ્રધાન

30 November, 2021 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નોંધનીય છે કે બીટકૉઇન ડિજિટલ ચલણ છે

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ચલણ તરીકે બીટકૉઇનને માન્યતા આપવાની સરકારની કોઈ દરખાસ્ત નથી, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં એક જવાબમાં જણાવ્યું હતું.
તેમણે ગૃહને એમ પણ જણાવ્યું કે સરકાર બીટકૉઇનના વ્યવહારોના ડેટા એકત્રિત કરતી નથી. નોંધનીય છે કે બીટકૉઇન ડિજિટલ ચલણ છે, જે લોકોને બૅન્કો, ક્રેડિટ કાર્ડના ઇશ્યુઅર કે અન્ય તૃતીય પક્ષોને વચ્ચે લાવ્યા વગર ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા અને નાણાંની આપ-લે કરવાની સુવિધા પૂરી પાડે છે. દરમ્યાન સરકાર સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી ઍન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ ૨૦૨૧ રજૂ કરવાની યોજના ધરાવે છે. રિઝર્વ બૅન્કના સત્તાવાર ડિજિટલ ચલણને મંજૂરી આપવાની તથા મોટા ભાગની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત તેમાં મૂકવામાં આવી છે.

business news