નિફ્ટી ફ્યુચર ૧૪૩૫૦ નીચે વેચવાલી વધતી જોવાશે

18 January, 2021 11:45 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૪૩૫૦ નીચે વેચવાલી વધતી જોવાશે

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૪૩૭૫.૧૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૮૭.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૪૪૫૮.૫૦ બંધ રહ્યું તેમ જ બીઅેસઈ ઇન્ડેક્સ ૨૫૨.૧૬ પૉઇન્ટના નેટ સુધારે ૪૯૦૩૪.૩૭  બંધ રહ્યો. ઉપરમાં ૪૯૬૫૭ ઉપર ૪૯૭૯૫ કુદાવે તો ૫૦૦૫૦, ૫૦૬૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૮૭૯૫, ૪૮૬૮૦ નીચે નબળાઈ સમજવી.

ઉછાળે વેચવાલી જોવાશે. બજાર ડેન્જર ઝોનમાં છે. બજારની ચાલ ટૂંકા ગાળા માટે નરમાઈતરફી રહેવાની શક્યતા. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ  ૧૪૩૩૩.૫૩ છે, જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે. ઘટાડો પ્રત્યાઘાતી જ સમજવો. બજારનો મુખ્ય પ્રવાહ સુધારાતરફી છે.

બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ (૧૬૫૨.૯૫) ૧૭૪૭.૫૦નાં ટૉપથી પ્રત્યાઘાતી ઘટાડો દર્શાવે છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૧૬૮૩ ઉપર ૧૭૧૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૦૫ નીચે ૧૫૮૫ સુધીની શક્યતા.

હિન્દુસ્તાન યુનીલીવર (૨૩૫૧.૧૫) ૨૪૫૬.૯૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩૮૧ ઉપર ૨૪૦૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩૪૨ નીચે ૨૩૧૪, ૨૨૮૫ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૨૩૧૪.૦૫) ૨૯૦૦૦.૧૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૬૧૦ ઉપર ૩૨૮૬૧ કુદાવે તો ૩૩૩૦૦, ૩૩૮૨૦ સુધીની શક્યતા. નીચામાં ૩૧૮૮૦ નીચે નબળાઈ સમજવી.

નિફ્ટી ફ્યુચર (૧૪૪૫૮.૫૦)

૧૩૧૫૫.૫૫નાં બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૬૬૦ ઉપર ૧૪૪૧૦, ૧૪૭૧૨, ૧૪૮૬૫, ૧૫૦૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૪૩૫૦ નીચે નબળાઈ સમજવી. સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્સ (૭૮૦.૧૦)

૬૮૩.૧૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની પોઝિશન દર્શાવે છે, ઉપરમાં ૭૯૪ ઉપર ૮૧૫, ૮૩૭, ૮૬૦, ૮૮૦ સુધી વધધટે આવવાની શક્યતા. નીચામાં ૭૬૮ નીચે ૭૫૮, ૭૫૦ સપોર્ટ ગણાય. સાથે મન્થ્લી ચાર્ટ આપેલ છે.

પીરામલ એન્ટરપ્રાઇઝ (૧૬૨૫.૧૫)

૧૨૮૨.૯૫નાં બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક અને અઠવાડિક  ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૪૨ ઉપર ૧૬૫૫, ૧૬૭૫, ૧૭૧૪, ૧૭૫૨, ૧૭૯૦, ૧૮૨૮ સુધી વધઘટે આવવાની શકયતા. નીચામાં ૧૫૫૦ નીચે ૧૫૨૨ સપોર્ટ ગણાય. સાથે મન્થ્લી ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર

જૂના ગુલાબી પત્ર મેં વાંચ્યા જરાક જ્યાં!, ડોકાયો ત્યાં તો ટેરવે ‘ફાડ્યા નહીં’ નો થાક! -  ડૉ. મનોજ જોષી

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news