29 December, 2025 08:42 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૬,૦૪૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૩૦.૨૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૬,૦૬૦.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૧૨.૦૯ પૉઇન્ટના નેટ સુધારે ૮૫,૦૪૧.૪૫ બંધ રહ્યો. ઉપરમાં ૮૫,૩૭૮ ઉપર ૮૫,૭૩૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૪,૯૩૭, ૮૪,૭૯૦ તૂટે તો નબળાઈ સમજવી. ત્યાર બાદ ૮૪,૨૩૮, ૮૪,૧૫૦ની સપાટી રસાકસીની સમજવી. ગેઇનની ટર્નિંગ પ્રમાણે ઉપરમાં ૨૬,૨૭૦ અને નીચામાં ૨૬,૧૩૦ મહત્ત્વની સપાટી ગણાય. ૨૬,૧૩૦ નીચે બંધ આવ્યું હોવાથી ટર્નિંગ મંદીમાં પડી ગણાય. ઉપરમાં ૨૬,૧૩૦ ધ્યાનમાં રાખવું.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧૨૬૫ ગણાય (એટલે કે વૉલ્યુમ જે દિશામાં વધારે હોય એ દિશામાં બ્રેકઆઉટ આવશે એવી ધારણા બાંધી શકાય. લ્યુમના આધારે અપર કે લોઅર બાઉન્ડરી લાઇન પાસે વેચાણ અથવા ખરીદી બ્રેકઆઉટ આવતાં પહેલાં કરી શકાય. RETURN MOVE = બ્રેકઆઉટ આવ્યા બાદ રિટર્ન મૂવની શક્યતા રહે છે. અપસાઇડ બ્રેકઆઉટ વખતે રિટર્ન મૂવને ઉપરની હૉરિઝોન્ટલ ટ્રેન્ડલાઇન પાસે સપોર્ટ મળે છે અને ડાઉનસાઇડ બ્રેકઆઉટ વખતે રિટર્ન મૂવને લોઅર હૉરિઝોન્ટલ ટ્રેન્ડલાઇન પાસે રેજિસ્ટન્ટ મળવું જોઈએ. (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૬,૦૮૪.૨૦ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ગોદરેજ કન્ઝુમર (૧૨૦૬.૨૦): ૧૦૯૨.૩૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૧૦ ઉપર ૧૨૨૪, ૧૨૩૭, ૧૨૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧૯૭ નીચે ૧૧૮૮ સપોર્ટ ગણાય.
રેલ વિકાસ નિગમ (૩૮૭.૯૫): ૩૦૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૯૦ ઉપર ૪૦૭ કુદાવે તો ૪૨૮, ૪૪૯, ૪૭૧ સુધીની શક્યતા. નીચામાં ૩૬૪ નીચે ૩૪૨ સપોર્ટ ગણાય. ચાર-પાંચ દિવસમાં જ ૯૦ રૂપિયા જેટલો સુધારો આવ્યો હોવાથી ઘટાડે જ લેવાનું વિચારવું.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૯૦૬૫.૮૦): ૬૦,૩૫૩.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯,૧૪૨, ૫૯,૨૩૦, ૫૯,૫૯૦ મહત્ત્વની પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૮,૯૦૦, ૫૮,૭૦૦ મહત્ત્વના સપોર્ટ ગણાય, જેની નીચે વેચવાલી વધતી જોવા મળે.
નિફ્ટી ફ્યુચર (૨૬,૦૩૦.૦૦) : ૨૬,૪૯૫.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૬,૦૯૫ ઉપર ૨૬,૧૫૨, ૨૬,૧૬૫, ૨૬,૨૩૦, ૨૬,૨૭૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૬,૦૪૧ નીચે ૨૫,૯૮૭ તૂટે તો નબળાઈ સમજવી. ત્યાર બાદ ૨૫,૮૦૧ મહત્ત્વની સપાટી ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
એશિયન પેઇન્ટ્સ (૨૭૪૬.૫૦) : ૨૯૮૫.૭૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૭૯૬ ઉપર ૨૮૨૬ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૭૪૧ નીચે ૨૭૩૦, ૨૬૮૮, ૨૬૪૫ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
બજાજ ફિનર્સવ (૨૦૧૭.૬૦) : ૨૧૧૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૩૬ ઉપર ૨૦૬૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૦૦૫ નીચે ૧૯૯૯ તૂટે તો ૧૯૮૬, ૧૯૫૨ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.