નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૧૯૬ અને નીચામાં ૧૭,૮૩૦, ૧૭,૭૪૦ મહત્ત્વની સપાટીઓ

09 January, 2023 02:32 PM IST  |  Mumbai | Ashok Trivedi

ટૂંકા ગાળા અને મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી ગણાય

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭,૮૭૨.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૦૩.૬૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૯૪૩.૨૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૯૪૦.૩૭ પૉઇન્ટના નેટ ઘટાડે ૫૯,૯૦૦.૩૭ બંધ રહ્યો. ઉપરમાં ૬૦,૨૩૦ ઉપર ૬૦,૪૭૦, ૬૦,૫૩૭, ૬૦,૮૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૯,૬૭૦ નીચે ૫૯,૪૦૦, ૫૮,૯૩૫, ૫૮,૪૭૦ સુધીની શક્યતા. 

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૮,૩૭૪ સુધી આવીને નરમાઈતરફી છે. ટૂંકા ગાળા અને મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો પ્રવાહ સુધારાતરફી ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૧૬,૭૬૪ ગણાય. (સાઇડ વેઝ ટ્રેન્ડ જેમ વધારે સમય ચાલે એમ મોટી તેજી કે મોટી મંદીની શક્યતા વધતી જાય છે. ભાવો ખૂબ જ ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ લાંબો સમય સાઇડવેઝમાં રહે અને એમાંથી નીચેની તરફ બ્રેકઆઉટ આવતાં મોટી મંદીનો સંકેત મળે છે. આનાથી ઊલટું, ભાવો ખૂબ જ નીચી સપાટીએ પહોંચ્યા બાદ લાંબો સમય સાઇડ વેઝમાં રહે અને એમાંથી ઉપરની તરફ બ્રેકઆઉટ આવતાં મોટી તેજીનો સંકેત મળે છે. તાજેતરમાં જ પીએનબી, યુકો બૅન્ક અને સેન્ટ્રલ બૅન્કના મન્થ્લી ચાર્ટ પર નીચા મથાળે બે વર્ષ ઉપરનો સાઇડ વેઝ જોવા મળ્યો. જે ઇમારતનો પાયો તૈયાર થતાં આટલો સમય લાગે એ ઇમારત કેટલા માળની થશે એ ‘મિડ-ડે’ના સ્માર્ટ વાચકોને સમજાવવાનું ન હોય.) (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૮,૧૬૮.૨૫ છે, જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે. 

દાલભારત (૧૮૭૫.૪૫) ૧૭૫૩.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૦૩ ઉપર ૧૯૧૧ કુદાવે તો ૧૯૪૭, ૧૯૮૮, ૨૦૩૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮૩૫ નીચે ૧૮૦૫ સપોર્ટ ગણાય.

ઇન્ફોસિસ (૧૪૪૮.૫૦) ૧૬,૬૭૨.૬૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૬૪ ઉપર ૧૪૯૦, ૧૫૦૨ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૪૬ નીચે ૧૪૨૩, ૧૪૦૨, ૧૩૬૧, ૧૩૪૧ સપોર્ટ ગણાય. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૨,૩૫૮.૫૦) ૪૪,૨૪૮.૫૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૨,૫૪૦ ઉપર ૪૨,૯૦૦, ૪૩,૦૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૨,૦૫૦ નીચે ૪૧,૯૬૦, ૪૧,૮૦૦, ૪૧,૬૪૦ સુધીની શક્યતા. 

નિફટી ફ્યુચર (૧૭,૯૪૩.૨૦)

૧૮,૯૯૮.૮૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮,૦૫૦ ઉપર ૧૮,૧૩૨, ૧૮,૧૯૬, ૧૮,૨૧૩ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૭,૮૩૦ નીચે ૧૭,૭૪૦, ૧૭,૬૧૭, ૧૭,૪૬૦ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

ચોલા ફાઇનૅન્સ (૬૬૭.૯૦)

૭૬૨.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૮૧ ઉપર ૬૯૪, ૭૦૨, ૭૦૯ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૫૮ નીચે ૬૫૩, ૬૪૦, ૬૨૬, ૬૧૩ સુધીની શક્યતા. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

એચડીએફસી લાઇફ (૬૧૧.૬૫)

૫૫૯.૧૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૨૧ ઉપર ૬૩૫, ૬૫૨, ૬૬૯, ૬૮૬, ૭૦૪ સુધીની શક્યતા. નીચામાં ૬૦૦ નીચે ૫૮૩ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર

તારા થઈ જવાથી મને એ ખબર પડી! તારા થઈ જવાયને! ત્યારે જીવાય છે.  - હિમલ પંડ્યા

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex