નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૨,૭૧૦ અને ૨૨,૮૮૮ નીચામાં ૨૨,૪૭૦ મહત્ત્વની સપાટી

06 May, 2024 06:57 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહસુધારા તરફી છે

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૪૭૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૯.૨૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૨,૫૭૫.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૪૭.૯૯ પૉઇન્ટના નેટ સુધારે ૭૩,૮૭૮.૧૫ બંધ રહ્યો. ઉપરમાં ૭૫,૦૯૫ ઉપર ૭૫,૧૨૫, ૭૫,૫૫૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૩,૪૬૭ નીચે નબળાઈ સમજવી. ૭૩,૪૬૭ નીચે ૭૩,૨૮૦, ૭૩,૨૨૭, ૭૩,૧૨૦, ૭૨,૯૬૦, ૭૨,૮૦૦, ૭૨,૬૪૦, ૭૨,૪૮૦ મહત્વનાં  સપોર્ટ ગણાય. આંખ મીંચીને કરેલું રોકાણ આંખ ઉઘાડનારું બની શકે છે.નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહસુધારા તરફી છે. ટૂંકા ગાળાનો સપોર્ટ ૨૨,૩૧૭ અને મધ્યમ ગાળાનો  સપોર્ટ ૨૧,૭૯૮ ગણાય. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૧૪૧, ૧૮,૮૪૦ ગણાય. (ક્યારેક બીજું ટૉપ પ્રથમ ટૉપના પ્રાઇઝ લેવલ સુધી નથી પહોંચી શકતું. મતલબ કે બીજું ટૉપ પ્રથમ ટૉપ કરતાં થોડુંક નીચું હોય છે જે નગણ્ય ગણાય, પરંતુ જો બીજું ટૉપ પ્રથમ ટૉપ કરતાં સહેજ ઊંચુ હોય તો ચિંતાનો વિષય ગણાય. ઘણા ચાર્ટિસ્ટો આવા સમયે ૧ ટકા અથવા ૩ ટકાના નિયમને અનુસરે છે અથવા તો બે દિવસના ક્લોઝિંગના નિયમને અનુસરે છે. એટલે કે ભાવો પ્રથમ ટૉપ કરતાં સતત બે દિવસ ઊંચા ક્લોઝ રહેવા જોઈએ. જો આમ ન થાય અને ભાવો પાછલી બૉટમ તોડે તો આ પૅર્ટન સાચી ગણાય. (ક્રમશ:) નિફ્ટી ફ્યુચરની ‘ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૫૫૮.૭૫ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક (૬૪૫.૦૦) ૫૯૮.૧૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૪૬ ઉપર ૬૫૫, ૬૬૭, ૬૮૩, ૭૦૦ સુધીની શક્યતા. નીચામા ૬૩૪ નીચે ૬૧૮  સપોર્ટ ગણાય. ક્રૉમ્પ્ટન (૩૨૫.૪૫) ૨૬૧.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૮ ઉપર ૩૩૬, ૩૪૫, ૩૬૦, ૩૭૬, ૪૦૫ સુધીની શક્યાતા. નીચામાં ૩૧૯ નીચે ૩૧૧  સપોર્ટ ગણાય. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૪૯,૦૯૪.૭૫) ૪૬,૬૧૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૯,૩૦૦ ઉપર ૪૯,૪૩૦, ૪૯,૭૦૦, ૫૦,૦૦૦ સુધીની શકયતા. ત્યાર બાદ ૫૦,૨૬૫, ૫૦,૫૪૦, ૫૦,૮૦૦, ૫૧,૧૦૦ સુધીની શક્યતા. નીચામાં ૪૮,૮૭૦ નીચે ૪૮,૭૦૦, ૪૮,૫૩૦  સપોર્ટ ગણાય. મંદીનો વેપાર કરવો નહીં. 

business news share market stock market sensex nifty