નિફ્ટી ફ્યુચર : ૧૭૬૫૦ નીચે ૧૭૫૮૦ અને ૧૭૫૦૦ મહત્ત્વના સપોર્ટ

22 November, 2021 12:54 PM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચરમાં ૧૮૫૯૪ના ટૉપ સામે ૧૮૪૧૦નું લોઅર ટૉપ બન્યું છે.

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૭૬૯૨.૧૦ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૩૪૦.૫૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭૭૯૨.૯૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૦૫૦.૬૮ પૉઇન્ટના નેટ સુધારે ૫૯૬૩૬.૦૧ બંધ રહ્યો. ઉપરમાં ૫૯૭૧૦ ઉપર ૫૯૯૪૦, ૬૦૧૩૫, ૬૦૧૭૮ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૫૯૩૭૬ નીચે ૫૯૨૪૦, ૫૯૦૮૯ તૂટે તો ૫૯૦૧૦, ૫૮૭૮૦, ૫૮૫૫૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચરમાં ૧૮૫૯૪ના ટૉપ સામે ૧૮૪૧૦નું લોઅર ટૉપ બન્યું છે. હવે આ બે ટૉપ વચ્ચેનું બૉટમ ૧૭૬૫૯.૨૫ તૂટશે તો અઠવાડિક ધોરણે લોઅર ટૉપ ર્ફોમેશન થતાં નબળાઈ વધતી જોવાશે. ત્યાર બાદ ૧૮૫૯૪નું ટૉપ બનતાં પહેલાંનું બૉટમ ૧૭૪૩૩ અગત્યનો સપોર્ટ ગણાશે. જો આ બૉટમ તૂટશે તો ઘટાડાની ચાલ વધુ તીવ્ર બની શકે છે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૭૯૮૧.૧૦ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.                                                                
ગોદરેજ પ્રૉપર્ટી (૨૧૭૭.૪૦) : ૨૪૮૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૩૩ ઉપર ૨૨૯૦ પ્રતી: કાર સપાટી ગણાય. નીચામાં ૨૧૫૭ નીચે ૨૦૮૭, ૨૦૧૫, ૧૯૪૨ સુધીની શક્યતા જોવા મળશે.  
રિલાયન્સ (૨૪૭૭.૩૦) : ૨૬૦૨.૨૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમજ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૦૫ ઉપર ૨૫૩૦ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૫૦ નીચે ૨૪૩૦, ૨૩૮૪ સુધીની શક્યતા જોવા મળશે.   
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૮૧૦૫.૭૦) : ૪૧૮૨૦.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૮૩૧૫ ઉપર ૩૮૪૭૦, ૩૮૫૯૦, ૩૮૭૭૫, ૩૮૮૫૦ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૩૭૮૨૧ નીચે ૩૭૫૬૦, ૩૭૨૫૦, ૩૬૯૫૦  સુધીની શક્યતા જોવા મળશે.

નિફટી ફ્યુચર (૧૭૭૯૨.૯૦)

૧૮૫૯૪ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૮૦૦ ઉપર ૧૭૮૭૦, ૧૭૯૪૦, ૧૮૦૩૦ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૧૭૬૯૨ નીચે ૧૭૬૫૦ તૂટે તો ૧૭૫૮૦, ૧૭૫૦૦, ૧૭૪૩૩, ૧૭૩૬૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

તાતા સ્ટીલ (૧૧૮૬.૬૦)

૧૫૩૪.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૦૧ ઉપર ૧૨૩૦, ૧૨૪૫ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૧૧૮૨ નીચે ૧૧૭૦, ૧૧૪૦, ૧૧૨૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

જેએસડબ્લ્યુ સ્ટીલ (૬૫૦.૫૫)

૭૨૭.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૬૬૭ ઉપર ૬૭૭ પ્રતીકાર સપાટી ગણાય. નીચામાં ૬૪૩ નીચે ૬૨૮ તૂટતાં ૬૧૨, ૬૦૭, ૫૯૦, ૫૭૫ સુધીની શક્યતા જોવા મળશે. આ શૅર દોઢ વરસમાં ૧૩૦વાળો ૭૭૬.૫૦ થયો છે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપેલ છે.

business news nifty