નિફ્ટી ફ્યુચર ૧૪૩૫૬ નીચે ૧૪૨૫૦ મહત્ત્વનો સપોર્ટ

25 January, 2021 10:31 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૪૩૫૬ નીચે ૧૪૨૫૦ મહત્ત્વનો સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૪૨૫૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૭૮.૩૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૪૩૮૦.૧૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૧૫૬.૧૩ પૉઇન્ટના નેટ ઘટાડે  ૪૮૮૭૮.૫૪  બંધ રહ્યો. ઉપરમાં ૪૯૨૦૦ ઉપર ૪૯૩૩૦, ૪૯૬૭૭ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં  ૪૮૮૩૨ નીચે ૪૮૫૪૦, ૪૮૨૧૦, ૪૭૮૮૦, ૪૭૫૫૦, ૪૭૨૨૦, ૪૬૯૦૦ સુધીની શક્યતા.

બજાર બજેટ આવતાં પહેલા જ ઘણું વધી ગયું છે. બજેટમાં શું આવે તે જોવાનું છે. બજાર સારા કે ખરાબ કારણોને અગાઉથી ડિસ્કાઉન્ટ કરતું હોય છે. આવનારા દિવસો મોટી અને ખોટી અફરાતફરીના છે. બજેટ અગાઉ બજેટની ધારણાઓનાં કારણે મોટો વેપાર કરનારા સલવાઈ જતાં હોય છે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની એવરેજ  ૧૪૪૨૭.૯૩ છે. જે ક્લોઝિંગ પ્રાઇઝનાં આધારે રોજ બદલાતી રહે છે.

એચડીએફસી લાઇફ (૬૮૭.૪૦) ૭૩૧ના ટોપથી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ  પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૭૦૦ ઉપર ૭૦૯ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૬૮૪ નીચે ૬૭૬, ૬૬૫, ૬૫૪ સુધીની શક્યતા.

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (૨૮૩.૭૦) ૩૧૦.૯૦ના ટોપથી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૩ ઉપર ૨૯૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૭૮, ૨૬૯, ૨૬૦ સુધીની શક્યતા.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૧૧૯૭.૭૫) ૩૨૮૯૯ના ટોપથી  નરમાઈ તરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧૪૩૭ ઉપર ૩૧૬૮૦, ૩૧૯૨૫, ૩૨૦૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૧૧૨૩ નીચે ૩૦૯૫૦, ૩૦૭૦૫, ૩૦૪૬૦, ૩૦૨૧૫, ૨૯૯૭૫ સુધીની શક્યતા.

નિફ્ટી ફ્યુચર (૧૪૩૮૦.૧૫)

૧૪૭૬૫.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. નફો મળતો હોય તો બુક કરવો જોઈએ.  દૈનિક, અઠવાડિક  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૪૬૫ ઉપર ૧૪૫૬૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૪૩૫૬ નીચે ૧૪૨૫૦, ૧૪૧૬૦, ૧૪૦૫૦, ૧૩૯૬૦, ૧૩૮૫૦, ૧૩૭૭૦ સુધીની શક્યતા. સાથે અઠવાડિક ચાર્ટ  આપેલ છે.

એચડીએફસી (૨૫૮૯.૪૫ )

૨૭૭૭.૧૫ના ટોપથી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક  તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ  પોઝિશન દર્શાવે છે.  ઉપરમાં ૨૬૪૦ ઉપર ૨૬૭૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૫૮૩ નીચે ૨૫૫૦, ૨૫૩૨, ૨૪૯૭, ૨૪૬૨, ૨૪૨૭  સુધીની શક્યતા. સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

આઇસીઆઇસીઆઇ બૅન્ક (૫૩૩.૮૦)

૫૬૧ના ભાવે ડબલ ટોપ બનાવી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક  તેમ જ મન્થ્લી ઘોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૫ ઉપર ૫૫૪ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં  ૫૨૮ નીચે ૫૧૮, ૫૧૧, ૫૦૪, ૪૯૦, ૪૭૫ સુધીની શક્યતા. સાથે દૈનિક ચાર્ટ આપેલ છે.

શૅરની સાથે શેર

રોજ આવી તો ઘરોબો થઈ ગયો, આફતો પ્રત્યેનો ડર નીકળી ગયો. -  કિરણસિંહ ચૈહાણ

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news