નિફ્ટી ફ્યુચર ૧૨૯૩૫ નીચે ૧૨૮૩૦ અને ૧૨૭૮૫ મહત્ત્વના સપોર્ટ

30 November, 2020 11:17 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૨૯૩૫ નીચે ૧૨૮૩૦ અને ૧૨૭૮૫ મહત્ત્વના સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૨૭૮૫.૭૦ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૧૪૬.૧૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૩૦૧૭.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૬૭.૪૭ પૉઇન્ટના નેટ સુધારે ૪૪૧૪૯.૭૨ બંધ રહ્યો. ઉપરમાં ૪૪૪૦૭ ઉપર ૪૪૪૮૦, ૪૪૮૨૫, ૪૫૧૮૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૪૦૨૫, ૪૩૭૦૦, ૪૩૫૮૨ નીચે નબળાઈ સમજવી. 

બજાર હાઇલી ઓવરબૉટ ઝોનમાં છે. ચાર્ટ પર બીજું નેગેટિવ ડાઇવર્ઝન જોવા મળે છે, પરંતુ સપોર્ટ લેવલ તૂટતું નથી, જેથી આનો કોઈ અર્થ નથી, પરંતુ સાવચેત રહેવા જેવું ખરું. સ્ક્રીપ આધારિત વધ-ઘટ જોવાશે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૨૮૨૮.૧૩ છ, જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.

સેબી દ્વારા લદાયેલો F&O સિવાય કેશ માર્કેટમાં માર્જિન જરૂરિયાતમાં વધારો પાછો ખેંચાયો છે. સેબીના આ અવાસ્તવિક ઉતાવળિયા ફતવાના કારણે કેટલાય બ્રોકરોએ બ્રોકરેજ હાઉસ બંધ કર્યાંના સમાચાર છે, જેના લીધે કેટલાય લોકોની વર્ષોજૂની નોકરી ગઈ છે. સેબીએ જો પગલાં લેવા જ હોય તો NSE સામે લેવા જોઈએ કે બધું કમ્પ્યુટરાઇઝ છે, છતાં મોડી રાત સુધી ડૅટા પૂરાં પાડતી નથી.

એલ ઍન્ડ ટી ફાઇનૅન્સ (૮૬.૮૫): ૫૫.૬૦ના બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૮૮ ઉપર ૯૦, ૯૫, ૧૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૭ સપોર્ટ ગણાય.

કૅનેરા બૅન્ક (૧૦૩.૮૦): ૮૨.૨૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને  અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૬ ઉપર ૧૧૪, ૧૨૦, ૧૨૪, ૧૩૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૦ નીચે ૯૬ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૯૬૬૭.૨૦): ૨૩૫૬૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૭૮૦ ઉપર ૩૦૧૯૦, ૩૦૬૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૯૪૧૦ નીચે ૨૯૩૦૦, ૨૮૯૪૦, ૨૮૯૦૧ તૂટે તો નબળાઈ સમજવી.

નિફટી ફ્યુચર (૧૩૦૧૭.૪૦)

૧૧૫૧૪.૭૫ના ટૉપથી નરમાઈતરફી છે.  દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૦૯૪ ઉપર ૧૩૧૩૭, ૧૩૨૪૦, ૧૩૩૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૯૬૦ નીચે ૧૨૯૩૫, ૧૨૮૩૦, ૧૨૭૮૫ તૂટે તો નબળાઈ સમજવી.

ભારત ઇલેક્ટ્રૉનિક્સ (૧૧૧.૧૦)

૮૬.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧ ઉપર ૧૧૮, ૧૨૨ સુધીની શક્યતા જોવા મળશે. ૧૨૨ કુદાવશે તો વધુ સુધારો દર્શાવશે. ૧૨૨ ઉપર ૧૨૫, ૧૩૩, ૧૪૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૦૬ નીચે ૧૦૪.૫૦ સપોર્ટ ગણાય.

સ્ટીલ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (૪૮.૪૫)

૩૨.૬૫ના બૉટમથી  સુધારાતરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં બાવન રસાકસીની સપાટી ગણાય. બાવન ઉપર ૫૬, ૬૧, ૬૬,૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૩ સપોર્ટ ગણાય.

શૅરની સાથે શેર:

બીજું તો શું હોય ‘બા’ની છાબમાં, તુલસીનું એક લીલું પાન છે. - દિનેશ કાનાણી

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news