નિફ્ટી ફ્યુચર ૧૧૦૫૦ અને ૧૧૦૦૦ મહત્ત્વના સપોર્ટ

27 July, 2020 10:41 AM IST  |  Mumbai Desk | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૧૦૫૦ અને ૧૧૦૦૦ મહત્ત્વના સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦૮૦૫.૨૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૬૫.૨૦ પૉઇન્ટ નેટ સુધારે ૧૧૧૭૦.૨૫ બંધ રહ્યું તેમ જ બીઅેસઈ ઇન્ડેક્સ ૧૧૦૮.૭૬ પૉઇન્ટના નેટ સુધારે ૩૮૧૨૮.૯૦ બંધ રહ્યો. ઉપરમાં ૩૮૨૩૫ ઉપર ૩૮૬૩૫, ૩૯૧૫૦ સુધીની શકયતા. નીચામાં ૩૭૬૦૦, ૩૭૪૭૮ સપોર્ટ ગણાય.
અગાઉની જેમ ગયા શુક્રવારે પણ રિલાયન્સે બજારને સુધારાતરફી રાખ્યું છે. આ સપ્તાહે રિલાયન્સનું રિઝલ્ટ છે જે સારું આવશે તેમ જણાય છે. મન્થ્લી એક્સ્પાયરી પણ છે. ઘણી સ્ક્રીપોમાં મંદીની પોઝિશન છે. સપ્તાહ અફરાતફરીનું છે. બજાર હાઇલી ઓવરબોટ ઝોનમાં પણ વધે છે જે ચિંતાજનક છે. આઘાત અને પ્રત્યાઘાત સરખા હોય છે.

રિલાયન્સ (૨૧૪૬.૧૫) ૧૩૯૩નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૬૩ ઉપર ૨૧૯૦, ૨૨૩૮, ૨૨૮૩ સુધીની શક્યતા. નીચામાં ૨૦૦૦ સપોર્ટ ગણાય.
ટાઇટન (૧૦૫૭.૬૦) ૯૪૧.૮૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૮૩ ઉપર ૧૧૦૯, ૧૧૪૭ સુધીની શક્યતા. નીચામાં ૧૦૪૨ નીચે ૧૦૩૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૨૬૧૧.૩૦) ૧૯૪૩૫.૮૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૯૦૧ ઉપર ૨૩૧૫૦ કુદાવે તો ૨૩૩૫૦, ૨૩૫૫૦ સુધીની શક્યતા નીચામાં ૨૨૫૪૫, ૨૨૩૭૦, ૨૨૦૫૦ સપોર્ટ ગણાય.

૯૫૮૧.૯૫નાં બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૨૨૮ ઉપર ૧૧૩૫૦, ૧૧૫૦૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧૦૫૦ નીચે ૧૧૦૦૦ સપોર્ટ ગણાય. 

૫૯૬.૮૦નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬૮ ઉપર ૫૭૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૫૩ નીચે ૫૪૯ તૂટે તો ૫૩૪, ૫૧૮ સુધીની શક્યતા. 

૩૯૫૫નાં ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૮૪૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૩૭૩૫ નીચે ૩૬૭૦, ૩૬૦૦ સુધીની શક્યતા. 

business news sensex nifty