નિફ્ટી ફ્યુચર ૧૦૫૩૩ નીચે, ૧૦૪૩૦ મહત્ત્વનો સપોર્ટ

06 July, 2020 01:15 PM IST  |  Mumbai Desk | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૦૫૩૩ નીચે, ૧૦૪૩૦ મહત્ત્વનો સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦૧૫૬.૩૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૫૪.૪૫ પૉઇન્ટ નેટ સુધારે ૧૦૫૭૨.૪૫ બંધ રહ્યું. તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૮૫૦.૧૭ પૉઇન્ટના નેટ સુધારે ૩૬૦૨૧.૪૨ બંધ રહ્યો. ઉપરમાં ૩૬૧૧૦ ઉપર ૩૬૧૧૭, ૩૬૪૮૦ સુધીની શક્યતા. નીચામાં ૩૫૪૬૭ સપોર્ટ ગણાય. બજાર ઓવરબોટ છે. નવાં લેણમાં સાવચેતી જરૂરી.
બજારમાં ગણતરીના શૅરો ચલાવીને બજારને વધતું બતાવાય છે માટે સાવચેત રહેવું. ઘણા લોકો સ્ટોપલોસનું પાલન નથી કરતા. સરવાળે મોટી ખોટ કરે છે. સ્ટોપલોસ વધતી જતી ખોટને સ્ટોપ કરે છે. જે લોકો પ્રોફિટ બુક નથી કરી શકતા એ જ લોકો લોસ પણ બુક નથી કરી શકતા. સ્ટોપલોસ મોટી નુકસાનીમાંથી બચાવે છે, આ વાત હંમેશાં યાદ રાખવી.

મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર ફાઇનૅન્સ (૧૮૨.૭૫) ૧૨૫.૪૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૮ ઉપર ૧૯૨ અને ૧૯૫ કુદાવે તો ૨૧૨, ૨૩૦ સુધીની શક્યતા. નીચામાં ૧૭૮ નીચે ૧૭૪ સપોર્ટ ગણાય. રિલાયન્સ (૧૭૮૭.૯૦) ૧૩૯૩નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૯૫ ઉપર ૧૮૦૪ કુદાવે તો ૧૮૨૫, ૧૮૫૦ સુધીની શકયતા. નીચામાં ૧૭૩૫ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૧૮૪૩.૯૦) ૧૯૪૩૫.૮૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૨૯૦ ઉપર ૨૨૪૯૫ કુદાવે તો ૨૩૩૫૦, ૨૩૫૫૦ સુધીની શક્યતા. નીચામાં ૨૧૭૫૦ નીચે ૨૧૪૫૦, ૨૦૯૬૦ સપોર્ટ ગણાય.

૯૫૮૧.૯૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૬૧૦ કુદાવે તો ૧૦૬૯૫, ૧૦૭૯૦ સુધીની શક્યતા. નીચામાં ૧૦૫૩૩ નીચે ૧૦૪૩૦ સપોર્ટ ગણાય. 

૧૦૧૯.૧૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૧૫૩ ઉપર ૧૧૭૫ કુદાવે તો ૧૨૧૧, ૧૨૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૧૨૦, ૧૧૦૦ સપોર્ટ ગણાય. 

૩૪૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૯૦ ઉપર ૬૦૮ સુધીની શક્યતા. નીચામાં ૫૫૮ નીચે ૫૫૦ સપોર્ટ ગણાય. 

business news sensex nifty