નિફ્ટી 10922 પર બંધ, સેન્સેક્સ 134 અંક તૂટ્યો

22 January, 2019 04:21 PM IST  | 

નિફ્ટી 10922 પર બંધ, સેન્સેક્સ 134 અંક તૂટ્યો

શેરબજાર દબાણ સાથે બંધ

આજના કારોબારમાં નિફ્ટીએ 10,949.80 સુધી દસ્તક આપી હતી જ્યારે સેન્સેક્સ 36,650.47 સુધી પહોંચ્યા હતા. જો કે અંતમાં સેન્સેક્સ 36445ની આસપાસ બંધ થયો છે અને નિફ્ટી 10922 પર બંધ થયો છે. દિવસના ઉપરી સ્તરોથી સેન્સેક્સે 134 અંકો સુધીના ગોથા લગાવ્યા જ્યારે નિફ્ટીમાં 39 અંકોથી વધારાનો ઘટાડો જોવા મળ્યો છે.

મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.10 ટકા સુધીને ઘટીને બંધ થયા છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.14 ટકાનો ઘટાડો દેખાય છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.48 ટકા સુધી નબળાઈની સાથે બંધ થયા છે.

બેન્કિંગ, મેટલ, ફાઈનાન્સ સર્વિસ અને ઑટો શેરોમાં સૌથી વધારે દબાણ જોવામાં આવ્યુ. બેન્ક નિફ્ટી 0.26 ટકાના ઘટાડાની સાથે 27461.20 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે ફાર્મા, રિયલ્ટી, આઈટી અને એફએમસીજી શેરોમાં વધારો દર્જ કરવામાં આવ્યો છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 134.32 અંક એટલે કે 0.37 ટકાના ઘટાડાની સાથે 36444.64 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 39.10 અંક એટલે કે 0.36 ટકા ઘટીને 10922.80 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

sensex bombay stock exchange national stock exchange