નિફ્ટી ફ્યુચર નીચામાં ૨૩,૯૭૫ નીચે ૨૩,૮૫૦ મહત્ત્વની સપાટી

30 April, 2025 07:01 AM IST  |  Mumbai | Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૩,૯૭૫ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૨૮૭.૮૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૨,૧૩૯.૧૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૬૫૯.૩૩ પૉઇન્ટના નેટ સુધારે ૭૯,૨૧૨.૫3 બંધ રહ્યો. ઉપરમાં ૮૦,૧૩૦, ૮૦,૨૫૫ ઉપર ૮૦,૨૭૫, ૮૦,૯૫૦, ૮૧,૬૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૮,૬૦૫ નીચે ૭૮,૫૦૦ તૂટતાં ૭૮,૦૦૦, ૭૭,૪૯૦, ૭૬,૯૪૦, ૭૬,૩૯૦, ૭૫,૮૪૦, ૭૫,૨૯૦, ૭૪,૭૩૦, ૭૪,૧૦૦ સુધીની શક્યતા જોવા મળશે. ૭મી મે સુધીમાં કદાચ બૉટમ બની શકે. ઉછાળે વેચવાલી જોવા મળે. સીમાડાના સમાચાર જોતા રહેવું. નદી... નાવ... સંજોગ... મુજબ વેપાર કરવો.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો અને અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (માટે આવા સમયે બીજાં ઇન્ડિકેટરો તેમ જ મૂવિંગ ઍવરેજો અને માર્કેટ ઓવરબોટ કે ઓવરસોલ્ડ ઝોનમાં છે કે નહીં એ બરાબર જોવું જોઈએ. ત્રીજા ટૉપથી ભાવો ઘટવાતરફી થયા બાદ ભાવો જ્યારે લોઅર ટ્રેન્ડ લાઇન તોડીને  બીજા લોઅર બૉટમની નીચે ક્લૉઝિંગ લેવલે જાય ત્યારે બેરીશ સિગ્નલ મળે છે. એવી જ રીતે ત્રીજા બૉટમથી ભાવો વધવાતરફી થયા બાદ ભાવો જ્યારે અપર ટ્રેન્ડ લાઇન ક્રૉસ કરીને બીજા  હાયર ટૉપની ઉપર ક્લૉઝિંગ લેવલે જાય ત્યારે બુલીશ સિગ્નલ મળે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૩,૭૬૩.૫૨ છે જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.

રિલાયન્સ (૧૩૦૬.૩૦) : ૧૧૦૨.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૨૫ ઉપર ૧૩૩૦ કુદાવે તો ૧૩૫૩, ૧૩૭૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૯૪  સપોર્ટ ગણાય. ૧૨૯૪ નીચે ૧૨૬૯ મહત્ત્વની સપાટી સમજવી.

ઇન્ડસઇન્ડ બૅન્ક (૮૨૨.૩૫) : ૬૦૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૪૨ ઉપર ૮૪૬ કુદાવે તો ૮૭૬, ૯૦૬, ૯૩૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૭૫ સપોર્ટ ગણાય. ૭૭૫ નીચે ૭૫૫ મહત્ત્વની સપાટી સમજવી.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૪,૭૨૪.૦૦): ઉપરમાં ૫૫,૯૦૦.૨૦ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫,૫૫૫ ઉપર ૫૫,૯૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૪,૪૦૦ નીચે ૫૪,૨૫૦, ૫૩,૮૫૦, ૫૩,૪૫૦, ૫૩,૦૫૦, ૫૨,૬૩૦, ૫૨,૨૨૦, ૫૧,૮૧૦ સુધીની શક્યતા જોવા મળશે.

નિફ્ટી ફ્યુચર (૨૪,૧૩૯.૧૦)

ઉપરમાં ૨૪,૫૧૧ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૧૮૦, ૨૪,૩૫૦, ૨૪,૫૧૧ કુદાવે તો ૨૪,૫૬૦, ૨૪,૭૪૦, ૨૪,૯૩૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૩,૯૭૫ નીચે ૨૩,૮૫૦ તૂટે તો ૨૩,૬૮૦, ૨૩,૫૧૦, ૨૩,૩૫૦, ૨૩,૧૮૦, ૨૩,૦૨૦, ૨૨,૮૫૦, ૨૨,૬૫૦, ૨૨,૫૪૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

આરતી ઇન્ડસ્ટ્રીઝ (૪૨૮.૯૫)

૩૪૪.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૩૬ અને ૪૫૦ કુદાવે તો ૪૭૮ મહત્ત્વની સપાટી ગણાય જે કુદાવે તો ૪૮૮, ૫૦૩  સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૨૦ નીચે ૪૧૨ સપોર્ટ ગણાય. ૪૧૨ નીચે ૩૯૬ મહત્ત્વની સપાટી સમજવી. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

સીડીએસએલ (૧૩૩૦.૯૦)

૧૦૭૯.૯૦ના બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૪૨ અને ૧૩૭૭ ઉપર ૧૪૦૦ કુદાવે તો ૧૪૬૦, ૧૪૭૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૨૯૧ નીચે ૧૨૭૧ સપોર્ટ ગણાય. ૧૨૭૧ નીચે ૧૨૨૪ મહત્ત્વની સપાટી સમજવી. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

nifty sensex share market stock market reliance business news