નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૪,૩૫૫, ૨૪,૪૨૭ અને નીચામાં ૨૪,૨૦૦ મહત્ત્વની સપાટીઓ

24 August, 2026 02:26 PM IST  |  Mumbai | Anil Patel

૯૧૧.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસીક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૦૮૭.૪૦ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૬૩.૬૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૨૮૬ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૬૮.૪૨ પૉઇન્ટના નેટ ઘટાડે ૭૭,૫૪૦.૮૩ બંધ રહ્યો. ઉપરમાં ૭૭,૭૨૫, ૭૭,૯૬૨ ઉપર સુધારાતરફી ગણાય. નીચામાં ૭૬,૮૨૨ નીચે ૭૬,૨૧૦ સુધીની  શક્યતા જોવા મળશે. માસીક એક્સપાયરીના સપ્તાહમાં પોઝિશન આધારિત ઉછળકૂદ જોવાશે. બજારમાં ૬ વરસથી મોટા કડાકા જોવાયા નથી. સામાન્ય રીતે દર ત્રણથી પાંચ વરસે મોટા કડાકા જોવાતા હોય છે. સેબીએ શરૂ કરેલી નવી (CAS) સિસ્ટમ બંધ નહીં જ થાય અેમ સોય ઝાટકીને કહ્યું છે. સામાન્ય રોકાણકારોને આમાં મોટો ભ્રષ્ટાચાર દેખાય છે. આ કોના લાભાર્થે છે એ સમજી શકાય છે. આપણામાંથી કોક તો જાગો...!!
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે તેમ જ માસીક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. ૨૪,૪૦૯ તૂટતાં હવે લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની અૅવરેજ ૨૪,૩૫૪.૮૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
HDFC લાઇફ (૫૫૪.૮૦) ઃ ૫૩૦.૫૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૫૫ ઉપર ૫૬૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૪૨ સપોર્ટ ગણાય. 
CAMS (૭૫૩.૦૦) ઃ ૮૨૭.૮૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસીક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૬૭ ઉપર ૭૭૫ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૭૪૭ નીચે ૭૩૭, ૭૨૨, ૭૧૪ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૭,૭૨૧.૮૦)ઃ ૫૮,૨૧૨ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસીક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૮,૦૯૯ ઉપર ધ્યાન સુધારાતરફી ગણાય. ત્યાર બાદ ૫૮,૨૧૨, ૫૮,૬૯૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૭,૧૫૧ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૨૪,૨૮૬.૦૦): ૨૪,૭૫૮.૩૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસીક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૩૫૫, ૨૪,૪૨૭ કુદાવે તો સુધારાતરફી ગણાય. ત્યાર બાદ ૨૪,૫૫૦, ૨૪,૬૨૧ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૨૦૦, ૨૪,૦૮૭ નીચે ૨૪,૦૪૦, ૨૩,૮૫૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

CDSL (૧૩૮૮.૯૦):  ૧૩૨૩.૩૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસીક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૦૨ ઉપર ૧૪૧૭, ૧૪૪૦ અને ૧૪૫૧ કુદાવે તો ૧૪૮૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૪૭ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

કેફીન ટેક્નો (૯૮૦.૦૦): ૯૧૧.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ માસીક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૯૪ ઉપર ૧૦૩૦, ૧૦૫૦, ૧૦૬૬ સુધીની  શક્યતા જોવા મળશે. નીચામાં ૯૫૭ નીચે ૯૫૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

શૅરની સાથે શેર: કઠણાઈ મારી કેવી હશે ક્યાસ કાઢજો, વાકું હતું નસીબ ને જીવન સીધું હતું. - બેફામ. 

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange