✕

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૨૩,૨૨૦, ૨૩,૩૬૦ અને નીચામાં ૨૨,૮૨૦ મહત્ત્વની સપાટીઓ

19 October, 2026 02:25 PM IST  |  Mumbai | Ashok Trivedi

મંદી બજારના ઉછાળા ધારણા મુજબના નથી હોતા. શૅરોમાં સ્ક્રિપ આધારિત પ્રત્યાઘાતી ઉછાળાની ચાલ જોવાશે.

પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૨,૩૬૮ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૫૦૬.૬૦ પૉઇન્ટના નેટ સુધારે ૨૩,૧૧૯.૨૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૨૫૬.૯૪ પૉઇન્ટના નેટ સુધારે ૭૪,૭૨૯.૨૭ બંધ રહ્યો. ઉપરમાં ૭૪,૭૭૮ ઉપર ૭૫,૦૪૦ કુદાવે તો ૭૫,૨૧૮, ૭૫,૪૩૦, ૭૫,૭૧૦, ૭૬,૧૫૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૭૪,૨૩૫ નીચે ૭૩,૭૪૭, ૭૩,૨૮૦, ૭૨,૮૯૬ સપોર્ટ ગણાય. બજાર હાઇલી ઓવરસોલ્ડ હતું જ એથી પ્રત્યાઘાતી ઉછાળો અનિવાર્ય હતો જે શરૂ થયો છે. મંદી બજારના ઉછાળા ધારણા મુજબના નથી હોતા. શૅરોમાં સ્ક્રિપ આધારિત પ્રત્યાઘાતી ઉછાળાની ચાલ જોવાશે.

નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ નરમાઈતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૨,૨૭૬ અને ૨૧,૮૬૦ ગણાય. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૨,૮૧૯.૩૬ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
ભારતી ઍરટેલ (૧૯૦૫.૦૦) ઃ ૧૭૫૬.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૧૦ ઉપર ૧૯૧૭, ૧૯૩૫, ૧૯૫૫, ૧૯૭૪, ૧૯૯૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૮૯૭ નીચે ૧૮૭૮, ૧૮૫૯, ૧૮૪૦, ૧૮૨૧ સપોર્ટ ગણાય. 
વિપ્રો (૧૮૪.૪૦) ઃ ૧૫૬.૭૯ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૬ ઉપર ૧૯૨ અને ૧૯૬ મહત્ત્વની સપાટી ગણાય જે કુદાવે તો ૨૦૬થી ૨૧૦ સુધીની રેન્જ ગણાય. નીચામાં ૧૭૬ નીચે ૧૭૦ સપોર્ટ ગણાય. 
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૫,૯૧૮.૦૦)ઃ ૫૩,૮૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૧૮૬ ઉપર ૫૬,૨૪૦, ૫૬,૮૭૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૫,૫૨૫, ૫૫,૩૫૫ સપોર્ટ ગણાય. 

નિફ્ટી ફ્યુચર (૨૩,૧૧૯.૨૦)

૨૨,૨૬૮.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩,૧૫૫ ઉપર ૨૩,૨૨૦, ૨૩,૩૬૦, ૨૩,૪૮૪ કુદાવે તો ૨૩,૫૧૩, ૨૩,૫૪૧, ૨૩,૬૭૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૨,૮૨૦, ૨૨,૬૭૧, ૨૨,૫૮૦ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે. 

BSE (૩૩૬૩.૦૦)

૩૦૦૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસૉલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૪૦૪ ઉપર ૩૪૫૫ કુદાવે તો ૩૪૯૩, ૩૫૩૮ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૩૪૬ નીચે ૩૩૧૦ સર્પોટ ગણાય. આ સાથે દૈનીક ચાર્ટ આપ્યો છે.

HCL ટેકનો (૧૩૮૦.૦૦)

૧૧૬૨.૩૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૩૮૫ ઉપર ૧૪૦૫, ૧૪૨૦ કુદાવે તો ૧૪૫૦, ૧૪૯૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૬૦ નીચે ૧૩૧૭, ૧૩૦૦, ૧૨૭૫ સપોર્ટ ગણાય. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.

શૅરની સાથે શેર: દુ:ખ તો એનું છે કે એ દુનિયાનાં થઈને રહી ગયા, જેના ખાતર મારી દુનિયા મેં જુદી સમજી લીધી. - મરીઝ

business news nifty sensex share market stock market national stock exchange bombay stock exchange