30 July, 2025 07:00 AM IST | Mumbai | Ashok Trivedi
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૨૪,૮૩૧ સુધી આવીને સાપ્તાહિક ધોરણે ૧૮૧.૯૦ પૉઇન્ટના નેટ ઘટાડે ૨૪,૮૫૦.૪૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૨૯૪.૬૪ પૉઇન્ટના નેટ ઘટાડે ૮૧,૪૬૩.૦૯ બંધ રહ્યો. ઉપરમાં ૮૧,૫૪૫ ઉપર ૮૧,૭૬૦, ૮૨,૦૭૦, ૮૨,૧૪૦, ૮૨,૩૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૮૧,૩૯૭ નીચે ૮૧,૨૯૦, ૮૧,૧૨૦ તૂટે તો નબળાઈ વધશે. ૮૧,૧૨૦ નીચે ૮૧,૦૫૦, ૮૦,૮૦૦, ૮૦,૫૮૦, ૮૦,૩૫૪ સુધીની શક્યતા જોવા મળશે. માસિક એક્સપાયરીનું અઠવાડિયું છે, સંભાળવું. FII સતત વેચવાલ જ છે. DIIની લેવાલીથી કંઈ વળતું નથી. DII જનતાના પૈસે લે છે. આપણે પોતાના પૈસે લેવાનું છે. રોકાણકારોએ હાલ સાવચેત રહેવું.
નિફ્ટી ફ્યુચર દૈનિક ધોરણે ટૂંકા ગાળાનો પ્રવાહ નરમાઈતરફી છે. અઠવાડિક ધોરણે મધ્યમ ગાળાનો પ્રવાહ સુધારાતરફી છે, પણ ૨૪,૭૮૫ નીચે નરમાઈતરફી ગણાય તેમ જ માસિક ધોરણે લાંબા ગાળાનો પ્રવાહ પણ સુધારાતરફી છે. લાંબા ગાળાનો સપોર્ટ ૨૧,૨૬૫ ગણાય. (PENNANT = પીનન્ટમાં એકબીજા તરફ સંકડાતી જતી બે ટ્રેન્ડલાઇન દોરવાની હોય છે. પીનન્ટની રચના નાના સિમેટ્રિકલ ટ્રાયેન્ગલ જેવી દેખાતી હોય છે. અપર ટ્રેન્ડલાઇન નીચે તરફ ઢળતી હોય છે જે લોઅર ટૉપને કનેક્ટ કરીને દોરવામાં આવે છે. લોઅર ટ્રેન્ડલાઇન ઉપર તરફ જતી હોય છે જે હાયર બૉટમને કનેક્ટ કરીને દોરવામાં આવે છે.) (ક્રમશઃ) નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૨૫,૧૫૬.૧૦ છે જે ક્લોઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાયા કરે છે.
માઝગાવ ડૉક (૨૮૮૬.૬૦) : ૩૭૭૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૬૫ ઉપર ૩૦૦૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૮૭૧ નીચે ૨૮૪૫, ૨૭૩૦, ૨૬૭૦ સુધીની શક્યતા જોવા મળશે.
પિડિલાઇટ (૨૮૮૯.૬૦) : ૩૧૦૩.૩૪ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૯૩૦ ઉપર ૨૯૬૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૮૭૫ નીચે ૨૮૬૩, ૨૮૩૧, ૨૮૦૦, ૨૭૬૫, ૨૭૩૩ સુધીની શક્યતા જોવા મળશે.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૫૬,૫૮૫.૮૦) : ૫૭,૮૪૯.૮૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૬,૬૦૦ ઉપર ૫૬,૭૮૫, ૫૬,૯૬૦, ૫૭,૧૮૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૬,૫૧૧ નીચે ૫૫,૮૧૦ તૂટે તો નબળાઈ વધશે. ૫૫,૮૧૦ નીચે ૫૫,૬૬૦, ૫૫,૫૦૦, ૫૫,૩૫૦ સુધીની શક્યતા જોવા મળશે.
નિફ્ટી ફ્યુચર (૨૪,૮૫૦.૪૦)
૨૫,૭૯૨.૪૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪,૯૫૫ ઉપર ૨૫,૦૫૦, ૨૫,૧૫૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૪,૮૩૧ નીચે ૨૪,૭૮૫ તૂટે તો નબળાઈ વધશે. ૨૪,૭૮૫ નીચે ૨૪,૭૨૦, ૨૪,૬૫૦, ૨૪,૫૭૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
ટ્રેન્ટ લિમિટેડ (૫૦૪૩.૦૦)
૬૨૬૧ ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧૭૧, ૫૨૬૧ ઉપર ૫૩૨૮ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૫૦૩૩ નીચે ૪૯૨૮, ૪૮૬૦, ૪૮૧૭, ૪૫૯૫, ૪૪૮૫ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.
હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ (૪૫૫૨.૦૦)
૫૦૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૭૦૦ ઉપર ૪૭૫૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૪૫૪૩ નીચે ૪૫૦૨, ૪૪૩૭, ૪૩૭૦, ૪૨૩૫, ૪૧૨૦ સુધીની શક્યતા જોવા મળશે. આ સાથે અઠવાડિક ચાર્ટ આપ્યો છે.