News In Shorts: ઔદ્યોગિક ક્ષેત્રના મહત્વના સમાચાર વાંચો એક ક્લિકમાં

28 January, 2022 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિન્દ્ર ઇલેક્ટ્રિક મોબિલિટીએ ઈ-આલ્ફા કાર્ગો નામનું નવું ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર ગુરુવારે લૉન્ચ કર્યું હતું

મિડ-ડે લોગો

મહિન્દ્રનું નવું ઇલેક્ટ્રિક  થ્રી-વ્હીલર લૉન્ચ

મહિન્દ્ર ઇલેક્ટ્રિક મોબિલિટીએ ઈ-આલ્ફા કાર્ગો નામનું નવું ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર ગુરુવારે લૉન્ચ કર્યું હતું. તેનો એક્સ-શોરૂમ દિલ્હી ભાવ ૧.૪૪ લાખ રૂપિયા છે. મહિન્દ્ર ઇલેક્ટ્રિક મોબિલિટીના સીઈઓ સુમન મિશ્રે નિવેદનમાં જણાવ્યા મુજબ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઈ-આલ્ફા લૉન્ચ કરવામાં આવી છે. ડીઝલના થ્રી વ્હીલરના મુકાબલે ઇલેક્ટ્રિક વાહનથી ૬૦,૦૦૦ રૂપિયાની બચત થશે. ઉપરાંત પર્યાવરણને નુકસાન થતું અટકશે. ૩૧૦ કિલો વજનનું વહન કરવાની ક્ષમતા ધરાવતું આ વાહન મહત્તમ પ્રતિ કલાક ૨૫ કિ.મી.ની ઝડપે દોડશે. તેનું ચાર્જિંગ કરવાનું કામ મોબાઇલ ફોન ચાર્જ કરવા જેટલું સહેલું છે. મહિન્દ્ર ઇલેક્ટ્રિક મોબિલિટી મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રની પેટા કંપની છે. ધીરે-ધીરે લોકો ઇ-વેહિકલ્સ તરફ વળી રહ્યા છે અને તેેને કારણે મહિન્દ્રની આવા પ્રકારના લૉન્ચને સારો પ્રતિસાદ મળી શકે છે.

નૈના લાલ કિડવાઈનું સિપ્લાના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરપદેથી રાજીનામું 
નૈના લાલ કિડવાઈએ સિપ્લાના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું હોવાનું કંપનીએ જણાવ્યું છે. તેઓએ આગામી બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાંથી ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરપદેથી રાજીનામું આપ્યું હોવાનું કંપનીએ જણાવ્યું છે. તેઓ આગામી ૩૧ માર્ચથી છૂટા થવા માગે છે. મુંબઈસ્થિત ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાએ બહાર પાડેલી વિગતો મુજબ નૈના લાલ કિડવાઈએ બીજી અનેક જવાબદારીઓ તથા પ્રોફેશનલ કામને પૂરાં કરવા માટે રાજીનામું આપ્યું છે, તેના સિવાયનું બીજું કોઈ કારણ નથી.

પીએનબીનો સ્ટૅન્ડઅલોન ચોખ્ખો નફો બમણો વધ્યો
સરકારી માલિકીની પંજાબ નૅશનલ બૅન્ક (પીએનબી)નો ગયા ઑક્ટોબર-ડિસેમ્બરના સમયગાળાનો સ્ટૅન્ડઅલોન ચોખ્ખો નફો બમણો વધીને ૧૧૨૬.૭૮ કરોડ રૂપિયા થયો હોવાનું ગુરુવારે જાહેર કરવામાં આવ્યું હતું. પાછલા વર્ષે સમાન ગાળામાં નફો ૫૦૬.૦૩ કરોડ રૂપિયા હતો. જોકે બૅન્કની કુલ આવક ગયા વર્ષના ૨૩,૨૯૮.૫૩ કરોડ રૂપિયા સામે ઘટીને ૨૨,૦૨૬.૦૨ કરોડ રૂપિયા થઈ હોવાનું નિયમનકારી ફાઇલિંગમાં જણાવવામાં આવ્યું છે.

business news