ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

13 May, 2022 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાતા સન્સે કૅમ્પબેલ વિલ્સનને ઍર ઇન્ડિયાના નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા અને વધુ સમાચાર

મિડ-ડે લોગો

તાતા સન્સે કૅમ્પબેલ વિલ્સનને ઍર ઇન્ડિયાના નવા સીઈઓ તરીકે નિયુક્ત કર્યા

તાતા સન્સે કૅમ્પબેલ વિલ્સનને ઍર ઇન્ડિયાના સીઈઓ અને મૅનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. વિલ્સન સ્કુટના સીઈઓ છે, જે સિંગાપોર ઍરલાઇન્સની સંપૂર્ણ માલિકીની લો-કોસ્ટ સબસિડિયરી કંપની છે. ઍર ઇન્ડિયા બોર્ડે જરૂરી નિયમનકારી મંજૂરીઓને આધીન વિલ્સનની નિમણૂકને મંજૂરી આપી હતી એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, તાતા સન્સે ટર્કી ઍરલાઇન્સના ભૂતપૂર્વ ચૅરમૅન ઇલ્કર એયસીની ઍર ઇન્ડિયાના સીઈઓ અને એમ.ડી. તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. જોકે તેમણે ભારત સંબંધિત તેમનાં મંતવ્યો વિશેના વિવાદો વચ્ચે આ પદ સંભાળવાનો ઇનકાર કર્યો હતો.

 

નાના રોકાણકારોને રી-અસેસમેન્ટ નોટિસ ન આપવા સૂચના

આવકવેરા વિભાગે ક્ષેત્રીય કચેરીઓને નાના કરદાતાઓને ૨૦૧૨-૧૩, ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ના નાણાકીય વર્ષ માટે રી-અસેસમેન્ટ નોટિસ ન આપવા જણાવ્યું છે. જોકે આવા રોકાણકારોની આવક ૫૦ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.ત્રણ વર્ષના પુન: મૂલ્યાંકન સમયગાળા પછી મોકલવામાં આવેલી નોટિસો અંગે સર્વોચ્ચ અદાલતના ચુકાદાના અમલીકરણ અંગેની સૂચના જારી કરીને વિભાગે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માટે જ્યાં આવી નોટિસો જારી કરવાની સમયરેખા ત્રણ વર્ષમાં આવે છે, પરિણામે ટૅક્સ અધિકારીઓ કારણ બતાવશે અને નોટિસ અને કરદાતાઓને ૩૦ દિવસની અંદર રી-એસેસમેન્ટની કાર્યવાહી શરૂ કરવા માટે સૂચના અપાશે.

business news