ન્યુઝ શોર્ટમાં: એક ક્લિકમાં વાંચો બિઝનેસ સમાચાર

29 July, 2021 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઇડીબીઆઇ બૅન્કનો ૬૦૩ કરોડનો નફો; મારુતિ સુઝુકીનો ૪૭૫ કરોડનો નફો અને વધુ સમાચાર

પ્રતીકાત્મક તસવીર

આઇડીબીઆઇ બૅન્કનો ૬૦૩ કરોડનો નફો 

આઇડીબીઆઇ બૅન્કે ગત એપ્રિલ-જૂન ગાળામાં ૬૦૩.૩૦ કરોડ રૂપિયાનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો કર્યો છે, જે બૅડ લોનમાં થયેલા ઘટાડાને આભારી છે.  એલઆઇસી સંચાલિત આ ખાનગી બૅન્કે પાછલા વર્ષે સમાન ગાળામાં ૧૪૪.૪૩ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. તેની કુલ આવક ગયા વર્ષના ૫,૯૦૧.૦૨ કરોડની સામે ૬,૫૫૪.૯૫ કરોડ રૂપિયા થઈ છે. તેની કુલ નોન પરફોર્મિંગ ઍસેટ્સ ૨૬.૮૧ ટકાથી ઘટીને ૨૨.૭૧ ટકા થઈ છે તથા ચોખ્ખી એનપીએ ૩.૫૫ ટકાથી ઘટીને ૧.૬૭ ટકા થઈ છે.   

 

મારુતિ સુઝુકીનો ૪૭૫ કરોડનો નફો

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ક્વૉર્ટરમાં ૪૭૫ કરોડ રૂપિયાનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો કર્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાન અરસામાં ૨૬૮ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી હતી.

સમીક્ષા હેઠળના ક્વૉર્ટરમાં કંપનીની કુલ કામકાજી આવક ૧૭,૭૭૬ કરોડ રૂપિયા થઈ હતી, જે એક વર્ષ પહેલાં ૪,૧૧૧ કરોડ હતી. કંપનીએ ક્વૉર્ટર દરમિયાન ૩,૫૩,૬૧૪ યુનિટનું સ્થાનિક ધોરણે વેચાણ કર્યું હતું.

business news