ન્યુઝ શૉર્ટમાં: વેપાર ક્ષેત્રમાં શું હિલચાલ થઇ તે વાંચો અહીં...

08 April, 2021 03:18 PM IST  |  Mumbai News | Gujarati Mid-day Correspondent

મેક્સ લાઇફ ઇન્સ્યૉરન્સનો હિસ્સો એક્સિસ બૅન્કે ખરીદ્યો; ઈકેઆઇ એનર્જી સર્વિસિસ બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ પર લિસ્ટ

પ્રતીકાત્મક તસવીર

મેક્સ લાઇફ ઇન્સ્યૉરન્સનો હિસ્સો એક્સિસ બૅન્કે ખરીદ્યો

મેક્સ ગ્રુપે પોતાની જીવન વીમા કંપની મેક્સ લાઇફ ઇન્સ્યૉરન્સ કંપનીમાં ૧૩ ટકા હિસ્સો એક્સિસ બૅન્કને વેચી દીધો છે. આ સોદા માટે બન્ને સંસ્થાઓ વચ્ચે એક વર્ષ કરતાં વધુ સમયથી વાતચીત ચાલી રહી હતી. મેક્સ લાઇફની હોલ્ડિંગ કંપની મેક્સ ફાઇનૅન્શિયલ સર્વિસિસે એક્સિસ બૅન્ક અને તેની પેટા કંપનીઓ – એક્સિસ કૅપિટલ અને એક્સિસ સિક્યૉરિટીઝ લિમિટેડને ૧૨.૯૯ ટકા હિસ્સો વેચ્યો છે. આમ એક્સિસની આ કંપનીઓ હવે મેક્સ લાઇફની કો-પ્રમોટર બની ગઈ છે.

 

ઈકેઆઇ એનર્જી સર્વિસિસ બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ પર લિસ્ટ

બીએસઈ એસએમઈ પ્લૅટફૉર્મ પર ૩૩૫મી કંપની ઈકેઆઇ એનર્જી સર્વિસિસ લિસ્ટ થઈ છે.

કંપનીએ ગઈ ૨૬ માર્ચે પબ્લિક ઇશ્યુ દ્વારા એક્સચેન્જના માધ્યમથી ૧૮.૬૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. અત્યાર સુધીમાં આ પ્લૅટફૉર્મ પર લિસ્ટેડ ૩૩૫ કંપનીઓએ બજારમાંથી ૩૪૮૮.૫૧ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે.

business news