News in Short : ઝારા ઇન્ડિયાને ૪૧ કરોડ રૂપિયાની ખોટ

19 June, 2021 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં તાતા ગ્રુપની ટ્રેન્ટ લિમિટેડ સાથે મળીને તેણે ઇન્ડિટેક્સ ટ્રેન્ટ રીટેલ ઇન્ડિયા પ્રા. લિ.ની સ્થાપના કરી છે.

મિડ-ડે લોગો

ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સ: આઇપીઓમાં ૨૯૦-૨૯૬ રૂપિયાની પ્રાઇસ બૅન્ડ 
કૃષિ ક્ષેત્રે વપરાતાં રસાયણોની કંપની ઇન્ડિયા પેસ્ટિસાઇડ્સે તેના ૮૦૦ કરોડ રૂપિયાના આઇપીઓ માટે પ્રતિ શૅર ૨૯૦-૨૯૬ રૂપિયાની પ્રાઇસ બૅન્ડ નક્કી કરી છે. આ ઇશ્યુ ૨૩થી ૨૫ જૂન સુધી ખુલ્લો રહેવાનો છે. એન્કર ઇન્વેસ્ટર્સ માટેનું બિડિંગ ૨૨ જૂને ખૂલશે. 
આ ઇશ્યુમાં ૧૦૦ કરોડ રૂપિયાના નવા શૅર ઇશ્યુ કરવામાં આવશે. એ ઉપરાંત પ્રમોટર આનંદ સ્વરૂપ અગરવાલના ૨૮૧.૪ કરોડ રૂપિયાના તથા અન્ય શૅરધારકોના ૪૮.૬ કરોડ રૂપિયાના શૅરનું વેચાણ થશે.  
 
ઝારા ઇન્ડિયાને ૪૧ કરોડ રૂપિયાની ખોટ
જાણીતી ફૅશન બ્રૅન્ડ ઝારાની ભારતીય શાખાએ પાછલા નાણાકીય વર્ષમાં ૪૧ કરોડ રૂપિયાની ખોટ જાહેર કરી છે. ઝારા સ્પેનની ઇન્ડિટેક્સ કંપનીની બ્રૅન્ડ છે. ભારતમાં તાતા ગ્રુપની ટ્રેન્ટ લિમિટેડ સાથે મળીને તેણે ઇન્ડિટેક્સ ટ્રેન્ટ રીટેલ ઇન્ડિયા પ્રા. લિ.ની સ્થાપના કરી છે. તેની આવક ગત ૩૧ માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ૨૮.૩ ટકા ઘટીને ૧૧૨૬ કરોડ રૂપિયા થઈ હતી. તેની પહેલાંના વર્ષે તેણે ૧૦૪.૦૫ કરોડ રૂપિયાનો કરવેરા બાદનો નફો જાહેર કર્યો હતો.  

 

business news