News in short: ઇજિપ્તે દાયકા બાદ ભારતીય ખાંડની આયાત કરી

19 November, 2021 05:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય ખાંડમાં સીઝન પહેલાં ફૉર્વર્ડ વેપારો સારા થાય બાદ હાલ ઊંચા ભાવને પગલે નિકાસ વેપારો અટક્યા હતા ત્યારે ઇજિપ્તથી સારા સમાચાર આવ્યા છે.

ફાઇલ ફોટો

ભારતીય ખાંડમાં સીઝન પહેલાં ફૉર્વર્ડ વેપારો સારા થાય બાદ હાલ ઊંચા ભાવને પગલે નિકાસ વેપારો અટક્યા હતા ત્યારે ઇજિપ્તથી સારા સમાચાર આવ્યા છે. ઇજિપ્તે દાયકા બાદ ભારતમાંથી ખાંડની આયાત માટે વેપારો કર્યા છે. ઇજિપ્તના આ વેપારથી શુગર મિલોને મોટી રાહત મળી છે અને સેન્ટિમેન્ટલી મોટો બદલાવ આવશે. ઇજિપ્ત સામાન્ય રીતે બ્રાઝિલથી જ ખાંડની આયાત કરતું હોય છે.
આ સોદા સાથે સંકલાયેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘ઇજિપ્ત ભારતીય ખાંડની આયાત એક ઇન્ટરનૅશનલ કંપની મારફતે મેળવશે. ઇજિપ્ત દ્વારા નાની માત્રામાં ખરીદી કરવામાં આવે કે મોટી એના કરતાં નિકાસ વેપારો શરૂ થયા એ મોટી બાબત છે. ઇન્ડિયન શુગર મિલ્સ અસોસિએશન અને ઑલ ઇન્ડિયા શુગર ટ્રેડર્સ અસોસિએશનની એક્સપોર્ટ કમિટીના હોદ્દેદારોના જણાવ્યા મુજબ હાલમાં ઇજિપ્તમાં નિકાસ કરવા માટે ભારતીય ખાંડમાં પેરિટી મળે છે, જેને પગલે નિકાસ વેપારો થયા છે.

સોયા ખોળની નિકાસમાં ફરી વધારો : ઑક્ટોબરમાં ૧૪૯ ટકાનો વધારો

તમામ તેલીબિયાં ખોળની નિકાસ ઑક્ટોબરમાં સપ્ટેમ્બર કરતાં ૧૪ ટકા ઘટી

દેશમાંથી સોયા ખોળની નિકાસ પુનઃ શરૂ થઈ ચૂકી છે અને સપ્ટેમ્બરની તુલનાએ ઑક્ટોબરની નિકાસમાં ૧૪૯ ટકાનો વધારો થયો છે. જોકે સોયા સિવાયના ખોળની નિકાસ સરેરાશ ઓછી હોવાથી કુલ તેલીબિયાં ખોળની નિકાસ આગલા માસ કરતાં ૧૪ ટકા ઘટી છે.
સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી)ના આંકડાઓ પ્રમાણે દેશમાંથી ઑક્ટોબર મહિનામાં તેલીબિયાં ખોળની કુલ નિકાસ ૧૪ ટકા ઘટીને ૧.૫૭ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે આજ સમયગાળામાં ૧.૮૪ લાખ ટનની નિકાસ થઈ હતી. સોયા ખોળની નિકાસ સપ્ટેમ્બરમાં માત્ર ૫૮૩૧ ટનની હતી, જે હવે વધીને ૧૪,૫૩૮ ટનની થઈ છે.
દેશમાંથી રાયડા ખોળ અને રાઇસબ્રૅન્ડ ખોળની નિકાસમાં પણ અનુક્રમે ૧૬ ટકા અને ૩૦ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે રાયડા ખોળની નિકાસ ગત મહિના જેટલી જ ૩૪,૦૦૦ ટન જળવાઈ રહી છે, જેમાં ખાસ કોઈ મોટો ફેરફાર નથી.
‘સી’ના અહેવાલ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઑક્ટોબર મહિના દરમિયાન તેલીબિયાં ખોળની કુલ નિકાસ ૧૧ ટકા ઘટીને ૧૪.૩૩ લાખ ટનની થઈ છે જે ગત વર્ષે આજ સમયગાળામાં ૧૬.૧૯ લાખ ટનની થઈ હતી. ઑક્ટોબર ૨૦૨૦ની તુલનાએ ચાલુ વર્ષે નિકાસ ૫૧ ટકા ઘટી છે. ગત વર્ષે ઑક્ટોબરમાં ૩.૧૮ લાખ ટન ઉપર ખોળની નિકાસ થઈ હતી.

બીજા ક્વૉર્ટરનો વૃદ્ધિદરનો ઇકરાનો અંદાજ ૭.૯ ટકા

એજન્સીની યાદીમાં જણાવાયા મુજબ અગાઉ તેણે જુલાઈ-સપ્ટેમ્બરના ગાળા માટે ૭.૭ ટકાના વૃદ્ધિદરનો અંદાજ રાખ્યો હતો, પરંતુ હવે એમાં સુધારો કરવામાં આવ્યો છે. એની પાછળનાં પરિબળોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કરેલા ખર્ચ અને નિકાસનું વધેલું પ્રમાણ અને કૃષિક્ષેત્રે વધેલી માગણી છે. ભારતના બે વર્ષથી ડચકાં ખાતાં અર્તતંત્ર  માટે આ ખરેખર સારા ન્યુઝ છે.

ઍપલ ભારતમાં ૧૦ લાખ નોકરી આપશે

ઍપલ કંપની ભારતમાં વિસ્તરણ કરવાના ઉદ્દેશથી વધુ રોકાણ કરશે અને એકંદરે ૧૦ લાખ રોજગારનું સર્જન કરવામાં સહાયક બનશે, એમ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ (પ્રોડક્ટ ઑપરેશન્સ) પ્રિયા બાલાસુબ્રમણ્યમે ગુરુવારે જણાવ્યું હતું. 
તેમણે બૅન્ગલોર ટેક સમિટમાં બોલતાં કહ્યું હતું કે ઍપલ બે દાયકા કરતાં વધુ સમયથી ભારતમાં કાર્યરત છે. કંપનીએ ૨૦૧૭માં બૅન્ગલોરમાં આઇફોનનું ઉત્પાદન શરૂ કર્યું
હતું. પછીથી ચેન્નઈમાં ઉત્પાદન-કેન્દ્ર શરૂ થયું. 

business news egypt