નાના વેપારીઓને મોટી રાહત, જીએસટી રિટર્ન ભરવા માટે મળશે વધુ સમય

24 January, 2020 12:44 PM IST  |  New Delhi

નાના વેપારીઓને મોટી રાહત, જીએસટી રિટર્ન ભરવા માટે મળશે વધુ સમય

જીએસટી

નાના વેપારીઓ માટે પાંચ કરોડ રૂપિયા અથવા એનાથી ઓછી રકમના વાર્ષિક વેપારીઓ માટે સારા સમાચાર છે. સરકારે માસિક જીએસટી રિટર્ન ભરવાની છેલ્લી તારીખ બાદ ચાર દિવસનો વધારો કરવાની ઘોષણા કરવામાં આવી છે. પાંચ કરોડ રૂપિયા અથવા એનાથી વધુ વાર્ષિક વેપાર કરનારી કંપનીને રિટર્ન ફાઇલિંગની તારીખ ૨૦ જ રહેશે.

નાણાપ્રધાને કરેલી જાહેરાત અનુસાર જે કંપનીનો વેપાર પાંચ કરોડ રૂપિયાથી ઓછો છે અને ૧૫ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલ છે. જીએસટીઆર-૩ બી રિટર્ન મહિનાની બાવીસમી તારીખે મોડી ફી લીધા વિના ચૂકવવું પડશે.

નાણાં મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું કે ‘આ કૅટેગરીમાં લગભગ ૪૯ લાખ જીએસટીઆર-૩ બી ફિલર્સ હશે જે હવે દર મહિને બાવીસમી તારીખે જીએસટીઆર-૩ બી રિટર્ન ફાઇલ કરશે.’ આ સિવાય બાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૪૬ લાખ કરદાતાઓ મહિનાની ૨૪મી તારીખે મોડું કર્યા વિના જીએસટીઆર-૩ બી ચૂકવશે.

business news goods and services tax