આરબીઆઇએ દેશના 100 ડિફૉલ્ટર્સની 62,000 કરોડની લોન માફ કરી છે

06 February, 2021 01:16 PM IST  |  New Delhi | Agency

આરબીઆઇએ દેશના 100 ડિફૉલ્ટર્સની 62,000 કરોડની લોન માફ કરી છે

આરબીઆઇ

ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા ભારતના ૧૦૦ મોટા દેવાદારોની લોન માફ કરવામાં આવી છે અને જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે એમાં જતીન મહેતાની કંપની ટૉપમાં છે. રિઝર્વ બૅન્ક દ્વારા એક રિપોર્ટ અનુસાર ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા ૧૦૦ મોટા વિલફુલ ડિફૉલ્ટર્સની લોન જતી કરવામાં આવી છે જેની કુલ કિંમત ૬૨,૦૦૦ કરોડ રૂપિયા થાય છે.

આરટીઆઇમાં વધુ એક મોટો ખુલાસો થયો છે કે લોન ચૂકવ્યા વગર દેશમાંથી ભાગી ગયેલા મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ ડિફૉલ્ટરના લિસ્ટમાં ટોચના ક્રમે છે અને કંપનીની એનપીએ ૫૦૦૦ કરોડથી પણ વધારે છે. કંપનીની ૬૨૨ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે.

બિશ્વનાથ ગોસ્વામી દ્વારા એક આરટીઆઇ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ માહિતી બહાર આવી છે. બૅન્ક દ્વારા જે કંપનીઓની લોન માફ કરવામાં આવી છે એમાં ભાગેડુ વિજય માલ્યાને પણ રાહત મળી છે. વિજય માલ્યાની કિંગફિશર ઍરલાઇન્સની ૧૩૧૪ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે.

business news reserve bank of india