31 જાન્યુઆરી-1 ફેબ્રુઆરીએ દેશના તમામ બૅન્ક-કર્મચારીઓ હડતાળ પર ઊતરશે

17 January, 2020 01:18 PM IST  |  New Delhi

31 જાન્યુઆરી-1 ફેબ્રુઆરીએ દેશના તમામ બૅન્ક-કર્મચારીઓ હડતાળ પર ઊતરશે

પ્રતીકાત્મક તસવીર

ફાઇનૅન્સ મંત્રી નિર્મલા સીતારમણ માટે હાલ બજેટ સહિત અનેક બાબતોના સ્ટ્રેસની વચ્ચે આ વખતે બૅન્ક- કર્મચારીઓના વિરોધની પણ ચૅલેન્જ હશે. ૧ ફેબ્રુઆરીએ જ્યારે ફાઇનૅન્સ મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં હશે એ સમયે દેશની તમામ બૅન્કોના કર્મચારીઓ કામકાજ છોડીને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હશે. બૅન્ક યુનિયનોએ એક વાર ફરીથી ૩૧ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી સુધી હડતાળ કરવાનો નિર્ણય લઈ લીધો છે.

બૅન્ક યુનિયનના મહાસચિવ સીએચ વેંકટચેલમે જણાવ્યું કે અમે ૩૧ જાન્યુઆરી, ૧ ફેબ્રુઆરી, ૧૨-૧૩ અને ૧૪ માર્ચના હડતાળનું આહવાન કર્યું છે અને ૧ એપ્રિલથી અનિશ્ચિત કાળની હડતાળનું આહવાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે પોતાની માગને લઈને ૮ જાન્યુઆરીના તમામ બૅન્ક યુનિયનોએ દેશવ્યાપી હડતાળ કરી હતી.

new delhi business news nirmala sitharaman