મોદી કૅબિનેટનો મોટો નિર્ણય : 1540 સહકારી બૅન્કો આરબીઆઇ હેઠળ આવશે

25 June, 2020 11:29 AM IST  |  New Delhi | Agencies

મોદી કૅબિનેટનો મોટો નિર્ણય : 1540 સહકારી બૅન્કો આરબીઆઇ હેઠળ આવશે

રિઝર્વ બૅન્ક

આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કૅબિનેટની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે આજે અંતરીક્ષ વિજ્ઞાન અને બૅન્ક્સ મામલે મોટા સુધારાના વટહુકમને મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી આપી હતી. હવેથી સરકારી બૅન્ક (અર્બન કૉ-ઓપરેટિવ બૅન્ક હોય કે પછી મલ્ટિ સ્ટેટ કૉ-ઓપરેટિવ બૅન્ક) રિઝર્વ બૅન્કના સુપરવિઝન પાવરમાં આવશે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ૧૪૮૨ શહેરી સહકારી બૅન્ક અને ૫૮ બહુ રાજ્ય સહકારી બૅન્ક સહિતની સરકારી બૅન્કસ હવે ભારતીય રિઝર્વ બૅન્કના સુપરવિઝન અંતર્ગત લવાઈ રહી છે. આરબીઆઇની શક્તિઓ જેમ અનુસૂચિત બૅન્ક પર લાગુ થાય છે તેમ જ સહકારી બૅન્ક પર પણ લાગુ થશે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ૧૫૪૦ સહકારી બૅન્કને આરબીઆઇના સુપરવિઝનમાં લાવવાથી અનેક ખાતાધારકોને ફાયદો મળશે. આ બૅન્કોના ૮.૬ કરોડથી પણ વધારે થાપણદારોને આશ્વાસન અપાશે કે આ બૅન્કોમાં જમા ૪.૮૪ લાખ કરોડ રૂપિયા સુરક્ષિત રહેશે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં ખૂબ જ મહત્વના નિર્ણયો લેવાયા છે. અંતરીક્ષ વિજ્ઞાન ક્ષેત્રે ભારે મોટા સુધારા કરવામાં આવ્યા છે. આજ સુધી આપણે અંતરીક્ષમાં સારો વિકાસ કર્યો છે અને હવે તે એક રીતે બધાના ઉપયોગ માટે ખોલવામાં આવી રહ્યા છે. તે સિવાય યુપીના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય વિમાનીમથક ઘોષિત કરવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી.

reserve bank of india business news