નેટ ડાયરેક્ટ ટૅક્સ કલેક્શન જૂન મધ્ય સુધીમાં ૪૫ ટકા વધ્યું

18 June, 2022 04:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધી કુલ ટૅક્સ કલેક્‍શન ૩.૩૯ લાખ કરોડ રૂપિયાથી વધુ થયું

પ્રતીકાત્મક તસવીર

આવકવેરા વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષના મધ્ય જૂન સુધી નેટ ડાયરેક્ટ ટૅક્સ કલેક્શન ૪૫ ટકા વધીને ૩.૩૯ લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે, જે યોગ્ય ઍડ્વાન્સ ટૅક્સમાં વધારાને કારણે છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં ૨.૩૪ લાખ કરોડ રૂપિયાનું ટૅક્સ કલેક્શન થયું હતું. 
૩.૩૯ લાખ કરોડ રૂપિયાથી વધુના નેટ ડાયરેક્ટ ટૅક્સ કલેક્શનમાં ૧.૭૦ લાખ કરોડ રૂપિયાથી વધુનો કૉર્પોરેશન ટૅક્સ અને ૧.૬૭ લાખ કરોડ રૂપિયાથી વધુના સિક્યૉરિટી ટ્રાન્ઝૅક્શન ટૅક્સ સહિત પર્સનલ ઇન્કમ ટૅક્સનો સમાવેશ છે.
આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઍડ્વાન્સ ટૅક્સ કલેક્શન ૧.૦૧ લાખ કરોડ રૂપિયાથી વધુ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ૭૫,૭૮૩ કરોડ રૂપિયા હતું, જે ૩૩ ટકાથી વધુનો વધારો બતાવે છે.

business news income tax department