લૉકડાઉનમાં મોટો સોદો, જિઓનો 9.99% હિસ્સો ફેસબુકે 44,574 કરોડમાં ખરીદ્યો

22 April, 2020 10:01 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

લૉકડાઉનમાં મોટો સોદો, જિઓનો 9.99% હિસ્સો ફેસબુકે 44,574 કરોડમાં ખરીદ્યો

આ ડિલ ભારતને દુનિયાની ડિજીટલ સોસાયટી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

લૉકડાઉન દરમિયાન આજે રિલાયન્સ જિઓની એક મોટી જાહેરાત થઇ છે. ફેસબુકે રિલાયન્સ જિઓનો 9.99 ટકા હિસ્સો 5.7 બિલિયન ડૉલર્સ એટલે કે 44,574 કરોડમાં ખરિદ્યો. રિલાયન્સ લિમિટેડનાં ટેલિકોમ યુનિટ સાથેની આ ડીલ ભારતનાં ઝડપી માર્કેટમાં ફેસબુકને પોતાની પકડ મજબૂત કરવામાં બહુ લેખે લાગશે વળી રિલાયન્સનાં સામુહિક દેવામાં પણ આ સોદાને કારણે ઘટાડો થશે.

RILએ આ ડીલ અંગે મીડિયાને જણાવ્યું છે કે બુધવારે થયેલી આ મોટી ડીલ બાદ ફેસબુક એ જિઓ કંપનીની સૌથી મોટી શેર હોલ્ડર બની ગઇ છે. તો જિઓ પ્લેફોર્મની એન્ટરપ્રાઇઝ વેલ્યુ આ રોકાણને પગલે 4.62 લાખ કરોડ થઇ ગઇ છે.

આ ભાગીદારીને પગલે ફેસબુકને જિઓની સૌથી મોટી ભાગીદાર તો બને છે પણ જિઓનાં 38.8 કરોડ ગ્રાહકો સુધી ફેસબુકની પહોંચ વિસ્તરશે. ભારતમાં 6 કરોડ નાના વ્યવસાયો માટે તક ખડી કરાવામાં મોકો મળશે. ડિજીટલ અર્થવ્યવસ્થામાં વેપારીઓ વધુ પ્રભાવી રીતે કામ કરી શકશે. આગળ જતાં ફેસબુર રિલાયન્સ રિટેઇલનાં નવા ઇ કોમર્સ બિઝનેસ દ્વારા ઝડપથી આગળ વધવા માટે કરાર કરશે અને વૉટ્સએપ પર નાના વેપારીઓને મદદ મળી શકશે તો નાના કરિયાણા વેપારીઓને જિઓ માર્ટ સાથે પાર્ટનરશીપનો ફાયદો મળશે. આ ડીલ અંગે મુકેશ અંબાણીએ આજે આ માહિતી આપીને સ્પષ્ટતા કરી હતી કે આ ડીલથી કોને કોને લાભ થઇ શકશે.

 આ પહેલાં ફેસબુકે સોશ્યલ કૉમર્સ કંપની મિશો અને ઓનલાઇન એજ્યુકેશન સ્ટાર્ટઅપની ભાગીદારી પણ ખરીદી છે. આ ડિલ અંકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, “આ ડિલ ભારતને દુનિયાની ડિજીટલ સોસાયટી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. લગભગ 3 કરોડ જેટલા કરિયાણા વેપારીઓ જિઓ માર્ટ અને વૉટ્સએપથી વધુ સક્ષમ બનશે.”

મુકેશ અંબાણીએ કહ્યું કે, જિઓના વિશ્વસ્તરીય ડિજિટલ કનેક્ટિવિટી પ્લેટફોર્મ અને ભારતીય લોકોની સાથે ફેસબુકના સંબંધની સંયુક્ત શક્તિ, આપ સૌ માટે ભવિષ્યમાં નવા ઇનોવેશન રજૂ કરશે. આ કારણને બનતા ડિજટીલ પ્લેટફોર્મને પગલે દુકાનદારો અને ગ્રાહકો બંનેને ઝડપી અને શ્રેષ્ઠ ડિજિટલ ટ્રાન્જેક્શન પ્લેટફોર્મ મળી જશે. તેનો અર્થ એ છે કે તમારી સૌની પાસે સ્થાનિક દુકાનથી રોજેરોજ સામાનની ડિલીવરી અને ઓર્ડર કરી શકો છો.

mukesh ambani mark zuckerberg facebook reliance