મ્યુચ્યુઅલ ફન્ડ એસઆઇપીના ક્લેક્શનમાં ૩૧ ટકાનો વધારો

17 January, 2023 05:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ દરમ્યાન ૧.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

શૅરબજારમાં અસ્થિરતા વચ્ચે સિસ્ટેમૅટિકલ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓમાં યોગદાન વધ્યું છે અને વર્ષ ૨૦૨૨માં રોકાણ ૧.૫ લાખ કરોડ રૂપિયા વધ્યું છે, જે આગલા વર્ષની તુલનાએ ૩૧ ટકાનો વધારો બતાવે છે.

દેશમાં એસઆઇપીમાં ૨૦૨૧માં ૧.૧૪ લાખ કરોડ રૂપિયાનો પ્રવાહ આવ્યો હતો, જ્યારે ૨૦૨૨માં ૯૭ હજાર કરોડ રૂપિયાનો પ્રવાહ આ માર્ગે આવ્યો હતો એમ અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના ડેટા દર્શાવે છે.

મૉર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ ઍડ્વાઇઝર ઇન્ડિયાના ડિરેક્ટર-મૅનેજર રિસર્ચર કૌસ્તુભબેલા પુરકરે જણાવ્યું હતું કે ૨૦૨૩માં એસઆઇપી નંબરો મજબૂત રહેવાની ધારણા છે, કારણ કે રોકાણકારો 
આ રૂટ દ્વારા નિયમિત રોકાણના મહત્ત્વને વધુ ને વધુ પસંદ કરી રહ્યા છે.

business news