મુંબઈના પ્રાઇમ પ્રૉપર્ટી રેટમાં વર્ષમાં ૬.૪ ટકાનો વધારો થયો

03 March, 2023 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લક્ઝરી ઘરોની કિંમતોમાં હિલચાલની વૈશ્વિક યાદીમાં મુંબઈનો ક્રમ ૯૨માં ક્રમેથી સુધરીને ૩૭મા ક્રમે પહોંચ્યો છે

પ્રતીકાત્મક તસવીર

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, લક્ઝરી ઘરોની કિંમતોમાં હિલચાલની વૈશ્વિક યાદીમાં મુંબઈનો ક્રમ ૯૨માં ક્રમેથી સુધરીને ૩૭મા ક્રમે પહોંચ્યો છે કારણ કે ૨૦૨૨ કેલેન્ડર વર્ષ દરમિયાન શહેરમાં ભાવમાં ૬.૪ ટકાનો વધારો જોવા મળ્યો હતો. વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં, પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્કે તેનો ‘ધ વેલ્થ રિપોર્ટ ૨૦૨૩’ રજૂ કર્યો હતો. પ્રાઈમ ઈન્ટરનેશનલ રેસિડેન્શિયલ ઈન્ડેક્સનું મૂલ્ય જે સમગ્ર વિશ્વમાં વૈભવી ઘરોની કિંમતોમાં હિલચાલને ટ્રેક કરે છે તે ૨૦૨૨માં ૫.૨ ટકા વાર્ષિક ધોરણે વધ્યું છે તેમ નાઈટ ફ્રેન્કે જણાવ્યું હતું.

રિપોર્ટમાં, કન્સલ્ટન્ટે વૈશ્વિક સ્તરે ૧૦૦ શહેરોનાં પ્રાઇમ પ્રોપર્ટી પ્રાઈસ પ્રદર્શનનું વિશ્લેષણ કર્યું છે. ૧૦૦માંથી ૮૫  શહેરોમા ભાવ  વધ્યાં અથવા તો સ્ટેબલ રહ્યાં હતાં. “વૈશ્વિક સ્તરે, મુંબઈના પ્રાઇમ પ્રોપર્ટી માર્કેટમાં ૬.૪ ટકાનો ભાવ વધારો જોવા મળ્યો છે, જે ૨૦૨૨માં ટોચનાં ૧૦૦ શહેરોમાં ૩૭માં સ્થાને પહોંચાડ્યુ છે, જે ૨૦૨૧માં ૯૨માં સ્થાને હતું. ચાલુ કેલેન્ડર વર્ષમાં મુંબઈમાં પ્રોપર્ટીનાં ભાવમાં ત્રણ ટકાનો વધારો થવાની ધારણાં છે.

business news