ઈ-માર્કેટ પ્લેસમાં હવે કન્ટ્રી ઑફ ઓરિજિન દર્શાવવું ફરજિયાત બન્યું

24 June, 2020 02:32 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ઈ-માર્કેટ પ્લેસમાં હવે કન્ટ્રી ઑફ ઓરિજિન દર્શાવવું ફરજિયાત બન્યું

ફાઈલ તસવીર

સરકારે વોકલ ફૉર લોકલના સહારે માર્કેટમાં સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે સરકારી ઈ-માર્કેટ પ્લેસ પૉર્ટલમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પૉર્ટલ પર એવાં ધોરણો હશે કે જે સ્થાનિક ખરીદી, સ્થાનિક સૉર્સિંગ અને પ્રમોશનને વધુ સ્પર્ધાત્મક બનાવશે.

સરકારે હવે તમામ ઉત્પાદનો પર દેશના નામનો ઉલ્લેખ (ઉત્પાદન ક્યાં થયું - કન્ટ્રી ઑફ ઓરિજિન) કરવો ફરજિયાત બનાવ્યો છે. તમામ નવાં અને જૂનાં ઉત્પાદનો પર મૂળ દેશની જાહેરાત કરવી પડશે. જે કંપનીઓ આ આદેશનું પાલન નહીં કરે તેમને ચેતવણી આપવામાં આવશે. વધુમાં કંપની પોતાની પ્રોડક્ટ્સ પર મૂળ દેશનું નામ જાહેર નહીં કરે તો એ ઉત્પાદનને પૉર્ટલ પરથી હટાવી લેવાશે.

આ ઉપરાંત કંપનીએ પ્રોડક્ટ્સ બનાવવા માટે સ્થાનિક સ્તરેથી કેટલું કન્ટેન્ટ લીધું છે. વધુમાં તમામ ઉત્પાદનોને તેમની સ્થાનિક સામગ્રી જાહેર કરવી પડશે. બીજી તરફ આ પૉર્ટલમાં મેક ઇન ઇન્ડિયા ફિલ્ટર પણ મળશે જેને કારણે ખરીદદારોને એવો એક વિકલ્પ પણ મળશે કે તે પ્રોડક્ટ્સના નિર્માણમાં ૫૦ ટકાથી વધુ સ્થાનિક સામગ્રી વપરાઈ છે.

હવેથી સરકારી વિભાગો પણ ફિલ્ટરનો ઉપયોગ કરીને જ ખરીદી કરશે. જે પ્રોડક્ટ્સની ૫૦ ટકાથી વધુ સામગ્રી ભારતમાં બની હશે એની જ ખરીદી કરવામાં આવશે. સ્થાનિક સામગ્રીના આધારે ખરીદદારો ક્લાસ વન સ્થાનિક સપ્લાયર માટે હરાજી અનામત રાખી શકે છે. 

business news