મકાઈના નિકાસ વેપારમાં ભારત-પાક વચ્ચે હરીફાઈ

18 June, 2021 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાને વિશ્વમાં ૨૦ ડૉલર નીચા ભાવની ઑફર શરૂ કરી

મકાઈ

મકાઈના નિકાસ વેપારમાં ભારત હાલ ટોચ પર છે ત્યારે હવે પાડોશી દેશ પાકિસ્તાન સાથે હરીફાઈ શરૂ થવા લાગી છે. પાકિસ્તાને ભારતની તુલનાએ ૨૦ ડૉલર નીચા ભાવ ઑફર કરીને ભારતનું બજાર હાંસલ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

વિયેટનામ ડિલિવરી માટે પાકિસ્તાને ૨૮૨ ડૉલર પ્રતિ ટન સીએન્ડએફની શરતો ઑફર કરી રહ્યું છે, જે ભારતની તુલનાએ ૨૦ ડૉલર જેટલા નીચા ભાવ છે. પાકિસ્તાનનો ટ્રેડરો ચાલુ વર્ષે ૧૦ લાખ ટન મકાઈની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવા માટે નીચા ભાવની ઑફર શરૂ કરી છે. તાજેતરમાં ભારતીય નિકાસકારોએ મલેશિયા, વિયેતનામ, શ્રીલંકા અને બંગલા દેશ સાથે જુલાઈ મહિના સુધીમાં નિકાસની શરતે કુલ ચાર લાખ ટનના નિકાસ વેપાર કર્યા છે.

business news