મુકેશ અંબાણીની કંપની આપશે 50,000ની મશીન માત્ર રુ. 3,000માં

13 May, 2019 06:25 PM IST  | 

મુકેશ અંબાણીની કંપની આપશે 50,000ની મશીન માત્ર રુ. 3,000માં

ફાઈલ ફોટો

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓનલાઈન રીટલે માર્કેટમાં આવાથી ડિજીટલ રિટેલ સ્ટોર વધવાની શક્યતા માનવામાં આવી રહી છે. એક આંકડા અનુસાર 2023 સુધીમાં આ સ્ટોરની સંખ્યા 15,000થી વધીને 50,00,000થી પણ વધારે થઈ શકે છે. બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચની એક રિપોર્ટમાં આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે.

ભારતમાં રિટેલ માર્કેટ હાલ 700 અરબ ડોલરનું છે

દેશનું રિટેલ માર્કેટ અત્યારે 700 અરબ ડોલરનું છે અને તેમા 90 ટકા ભાગીદારી અસંગઠીત ક્ષેત્ર માટે છે. અસંગઠીત ક્ષેત્રોમાં વધુ કરીને સૌથી વધુ ભાગીદારી નાની નાની દુકાનો છે. આ નાની દુકાનોમાં કિરાણા સ્ટોર તેમનો બિઝનેસ વિકાસાવવા માગી રહ્યા છે. જેના કારણે જ ડિજીટલ ક્ષેત્રે ગતી આવી રહી છે.

50,000ની મશીન 3,000માં આપશે રિલાયન્સ

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જે મોબાઈલ પોઈન્ટ ઓફ સેલ મશીન સ્પેનબિજ 50,000 રુપિયામાં લે છે. આજ મશીન ‘મોબાઈલ પોઈન્ટ’ માટે રિલાયન્સ માત્ર 3,000 રુપિયામાં આપી રહ્યું છે. સ્નેપબિજ સિવાય ગોફ્રૂગલ આ મશીનો માટે 15,000થી 1 લાખ રુપિયા વસૂલ કરે છે.

આ પણ વાંચો: ચીન-અમેરિકા ટ્રેડ વૉર વચ્ચે દિલ્હીમાં આજથી WTOની બેઠક

રિલાયન્લ વિશ્વનું સૌથી મોટુ ઓનલાઈન-ટૂ-ઓનલાઈન ઈ-કોમર્સ મંચ તૈયાર કરી રહ્યું છે. રિલાયન્સ ગલીએ ગલીએ આવેલી દુકાનોને જિયો મોબાઈલ પોઈન્ટ ઓફ સેલ દ્વારા પોતાના 4જી નેટવર્ક સાથે કનેક્ટ કરવા જઈ રહી છે. રિલાયન્સના રિટેલ ઈ-કોમર્સ માર્કેટમાં આવતાની સાથે જ સ્નૈપબિજ, ગોફ્રુગલ જેવી કંપનીઓને ટક્કર આપશે.

business news mukesh ambani