ઈશા અંબાણીને ઘરે બંધાયું પારણું, જોડિયા બાળકોને આપ્યો જન્મ

20 November, 2022 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઇશાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે

ઈશા અંબાણી અને આનંદ અંબાણી

દેશના સૌથી ધનાટ્ય વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની દીકરી ઈશા અંબાણી (Isha Ambani)ના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈશા અંબાણીએ 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.

મીડિયા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે “ઈશા અને આનંદ પીરામલના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો છે અને માતા ઈશાની સાથે તેમના બંને બાળકો પણ સ્વસ્થ છે.” પુત્રનું નામ કૃષ્ણા અને પુત્રીનું નામ આદિયા જણાવવામાં આવ્યું છે અને બંને સ્વસ્થ છે.

સંયુક્ત મીડિયા નિવેદનમાં માહિતી

મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલના માતા-પિતા અજય અને સ્વાતિ પીરામલ દ્વારા એક સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છે. આ તેમના જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે.

business news mukesh ambani Isha Ambani