મુકેશ અંબાણી હવે એશિયામાં બીજા ક્રમે, જૅક મા બન્યા નંબર વન

11 March, 2020 07:34 AM IST  |  Mumbai

મુકેશ અંબાણી હવે એશિયામાં બીજા ક્રમે, જૅક મા બન્યા નંબર વન

જૅક મા

સોમવારે શૅરબજારમાં આવેલા ઘટાડાને કારણે મુકેશ અંબાણી હવે એશિયાના સૌથી મોટા ધનાઢ્ય રહ્યા નથી. સોમવારે એક જ દિવસમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૫.૮ અબજ ડૉલરનો ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૧૮ના મધ્ય ભાગમાં અલીબાબાના ફાઉન્ડર જૅક માને પાછળ રાખીને અંબાણી સૌથી વધુ ધનવાન એશિયન બન્યા હતા.

સોમવારે વિશ્વનાં બજારો બંધ રહ્યાં ત્યારે જૅક માની સંપત્તિ ૪૪.૫ અબજ ડૉલર હતી અને તેઓ ૨.૬ અબજ ડૉલરવાળા અંબાણી કરતાં આગળ નીકળી ગયા છે.

business news mukesh ambani