મુકેશ અંબાણી દુનિયાના ચોથા નંબરના ધનકુબેર

09 August, 2020 07:07 AM IST  |  Mumbai | Agencies

મુકેશ અંબાણી દુનિયાના ચોથા નંબરના ધનકુબેર

મુકેશ અંબાણી

માર્કેટ કૅપની બાબતમાં દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ચૅરમૅન મુકેશ અંબાણી માટે સતત સારા સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વિશ્વની બીજી સૌથી મોટી બ્રૅન્ડ જાહેર કરવામાં આવી હતી, જ્યારે મુકેશ અંબાણી હવે ચોથા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બ્લુમબર્ગ બિલ્યોનેર ઇન્ડેક્સની રીઅલ-ટાઇમ નેટવર્થ અનુસાર મુકેશ અંબાણી ૮૦.૬ અબજ ડૉલર (લગભગ ૬.૦૩ લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. સંપત્તિની વાત કરીએ તો મુકેશ અંબાણી હવે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ (૧૦૨ અબજ ડૉલર)ની પછી આવી ગયા છે. જોકે હજી પણ બન્નેની સંપત્તિમાં નોંધપાત્ર તફાવત છે. મુકેશ અંબાણી કરતાં આગળ ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ છે. માર્ક હાલમાં ત્રીજી ધનિક વ્યક્તિ છે, ત્યારે માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્‌સ બીજા સ્થાને છે, જ્યારે એમૅઝોનના સીઈઓ જેફ બેઝોસ પ્રથમ સ્થાને છે. 

business news mukesh ambani reliance