મુકેશ અંબાણીએ કરી અલીબાબા અને એમેઝોનને ટક્કર આપવાની તૈયારી

19 April, 2019 04:13 PM IST  | 

મુકેશ અંબાણીએ કરી અલીબાબા અને એમેઝોનને ટક્કર આપવાની તૈયારી

અલીબાબા અને એમેઝોનને ટક્કર

આશરે 3.81 લાખ કરોડ રુપિયાના નેટવર્થ રાખનારા મુકેશ અંબાણી એશિયાના સૌથી અમિર વ્યક્તિ છે. ગયા વર્ષે જુલાઈમાં ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબાના ફાઉન્ડર અને ચેરમેન જેક માને નેટવર્થ મામલે પાછળ છોડી દીધા છે. આ વર્ષે જાન્યુઆરીમાં મેગેઝિન ધ ઈકોનોમિસ્ટે લખ્યુ હતું કે, અંબાણી જિયો દ્વારા ભારતમાં જેક મા કે જેફ બેજોસ બનવા પર ફોકસ કરી રહ્યા છે.

રીલાયન્સ કંપનીનો નફો 10,362 કરોડ રૂપિયા વધ્યો

ગુરુવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચોથા ક્વાટરના રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યા હતા. જેમા કંપનીનો નેટ નફો 9.8 ટકા વધીને રેકોર્ડ 10,362 કરોડ રુપિયા પર પહોચી ગયો છે. જિયોના કારણે 840 કરોડ રુપિયાનો નફો પણ આ નફામાં સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી નવી પેઢીના બિઝનેસમાં આવવાની તૈયારી કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: મુકેશ અંબાણી: ભારતના સૌથી ધનિક વ્યક્તિની સક્સેસ સ્ટોરી

 

મુકેશ અંબાણી વિષે આનંદ મહિન્દ્રાએ કહી આ વાત

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યુ હતું કે, મુકેશ અંબાણીનું વિઝન હવે તેમના પિતા કરતા પણ વધારે મહાત્વાકાંક્ષી જોવા મળી રહ્યું છે. ઈ-કોમર્સ બિઝનેસ માટે રિલાયન્સનું મોટુ રિટેલ ડિવિઝન છે જિયો નેટવર્કનો સપોર્ટ મળશે તો રિલાયન્સ એમેઝોનને મોટી ટક્કર મળશે. ઈ-કોમર્સ માટે બિયાણી અનુસાર મુકેશ અંબાણી માટે કેટલાક પડકાર રહેશે જેમાં વેરહાઉસ, લોજિસ્ટિક અને વેન્ડર્સનો સમાવેશ છે. ઈ-કોમર્સ માટે રિલાયન્સે દેશભરમાં પોતાના વેરહાઉસ ખોલવા પડશે જેના કારણે પોતાના સોશિયલ પ્લેટફોર્મ પર વેચાતી વસ્તુઓને સ્ટોર રાખી શકાય. આ સિવાય કસ્ટમર સર્વિસ પણ અગત્યનું પાસુ રહેશે.

mukesh ambani reliance amazon