રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પગારમાં છેલ્લા 11 વર્ષમાં વધારો નહી !

20 July, 2019 03:09 PM IST  | 

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના પગારમાં છેલ્લા 11 વર્ષમાં વધારો નહી !

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ સતત 11માં વર્ષે પોતાના સેલેરીમાં પેકેજમાં વધારો કર્યો નથી. મુકેશ અંબાણીના પગારમાં છેલ્લે 2008-09માં વધારો થયો હતો અને ત્યારથી સતત છેલ્લા 11 વર્ષથી તેમના સેલેરી પેકેજમાં કોઈ વધારો નથી. કંપનીના વાર્ષિક રિપોર્ટ અનુસાર મેનેજમેન્ટ લેવલ પર પગાર ઓછો રાખવાના વ્યક્તિગત ઉદાહરણને રજૂ કરવાની ઈચ્છાને જાળવી રાખતા મુકેશ અંબાણીએ પગારમાં વધારો નથી કર્યો.

2008-09માં મુકેશ અંબાણીનો પગાર 15 કરોડ કરાયો હતો જે હાલ પણ યથાવત્ છે. મુકેશ અંબાણીને વર્ષે 15 કરોડ રૂપિયા મળે છે જેમાંથી 1.45 કરોડ પગાર ભથ્થા તરીકે મળે છે જ્યારે 9.53 કરોડ કમિશન મળે છે. આ સિવાય 71 લાખ નિવૃતિના ભાગ રૂપે જ્યારે 31 લાખ રૂપિયા અન્ય બેઝિક સુવિધા માટે ચુકવવામાં આવે છે. કંપનીના કાર્યકારી ડિરેક્ટર નીતા અંબાણી પર સિટીંગ ફિસ તરીકે 7 લાખ રૂપિયા અને 1.65 કરોડ રૂપિયા મળશે. પાછલા વર્ષે આ આવક 6 લાખ અને 1.5 કરોડની હતી

મુકેશ અંબાણીનો પગાર 15 કરોડ છે જ્યારે તેમના પિતરાઈ નિખિલ મેસવાણીનું પેકેજ 20.57 કરોડનું છે. મુકેશ અંબાણી સિવાય અન્ય બોર્ડ મેમ્બર્સના પેકેજમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. મુકેશ અંબાણીના પિતરાઈ ભાઈ નિખિલ મેસવાણી અને હેતલ મેસવાણીનો પગાર પાછલા વર્ષે અનુક્રમે 16.58 કરોડ હતો જે વધીને આ વર્ષે 20.57-20.57 કરોડ કરવામાં આવ્યો છે. કંપનીના કાર્યકારી પી એમ પ્રસાદને પણ 2018-19માં 14.41 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. પાછલા વર્ષે તેમનું પેકેજ 8.99 કરોડ રૂપિયા હતું.

reliance mukesh ambani gujarati mid-day