Mukesh Ambani Birthday: ૬૭ વર્ષના થયા મુકેશ અંબાણી, આ કામથી આજે પણ લાગે છે ડર

19 April, 2024 11:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી (Mukesh Ambani Birthday)નો જન્મદિવસ છે. મુકેશ અંબાણી આજે 67 વર્ષના થયા છે

મુકેશ અંબાણીની ફાઇલ તસવીર

આજે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી (Mukesh Ambani Birthday)નો જન્મદિવસ છે. મુકેશ અંબાણી આજે 67 વર્ષના થયા છે. ફોર્બ્સના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 115.6 બિલિયન ડૉલર છે. મુકેશનું નામ દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં 11મા નંબર પર છે. તે અબજોપતિઓની યાદીમાં યથાવત છે. મુકેશનો જન્મ 19 એપ્રિલ 1957ના રોજ થયો હતો. પિતા ધીરુભાઈ અંબાણી (Mukesh Ambani Birthday)ના અવસાન બાદ મુકેશે કંપનીની સંપૂર્ણ દેખરેખ અને કમાન સંભાળી લીધી છે.

રિલાયન્સનો બિઝનેસ (Mukesh Ambani Birthday) હાલમાં ઘણા સેક્ટરમાં ફેલાયેલો છે. કંપનીનો બિઝનેસ રિટેલ, ફાઇનાન્સ, ટેલિકોમ અને ઑઇલ સહિતના ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. આજે રિલાયન્સ માર્કેટ કેપ રૂા. 19.79 લાખ કરોડ છે. કંપનીએ તાજેતરમાં રૂા. 20 લાખ કરોડનો આંકડો પણ પાર કર્યો છે.

મુકેશ અંબાણી કયા કામથી ડરે છે?

મુકેશ અંબાણીનો સ્વભાવ એકદમ શરમાળ છે, પરંતુ તેઓ ખૂબ જ સરળ અને સામાન્ય રહે છે. મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં અંબાણીએ એક વખત કહ્યું હતું કે, આજે પણ તેઓ જાહેરમાં બોલતા ડરે છે. આ સિવાય તેમણે આજ સુધી ક્યારેય દારૂને હાથ સુધ્ધાં લગાવ્યો નથી. મુકેશ ભાગ્યે જ મીડિયામાં જોવા મળે છે. આ સિવાય તે ઘણા ઇન્ટરવ્યૂ પણ આપતા નથી. ઉપરાંત તેઓ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી.

અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો

જો મુકેશ અંબાણીના શિક્ષણની વાત કરીએ તો તેમણે બોમ્બે યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો, પરંતુ તેના પિતાનો વ્યવસાય સંભાળવા માટે તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને તેના પિતા સાથે વ્યવસાયમાં જોડાયા હતા.

1981માં રિલાયન્સ ગ્રુપ સાથે જોડાયા

વર્ષ 1981માં મુકેશ અંબાણીએ પિતા સાથે રિલાયન્સ ગ્રુપમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં વર્ષ 1985માં આ કંપનીનું નામ રિલાયન્સ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝથી બદલીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમણે ટેલિકોમ ક્ષેત્રમાં વિકાસ કર્યો અને રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ લિમિટેડની સ્થાપના પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીએ વર્ષ 2016માં રિલાયન્સ જિયોની શરૂઆત કરી હતી. રિલાયન્સ લૉન્ચ કર્યા બાદ, કંપની સંપૂર્ણપણે દેવા મુક્ત થઈ ગઈ. માત્ર 58 દિવસમાં જિયોના પ્લેટફોર્મે 52,124.20 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 31 માર્ચ, 2020ના રોજ રિલાયન્સ પર લગભગ 1,61,035 કરોડ રૂપિયાનું દેવું હતું, પરંતુ મુકેશ અંબાણીએ તેમના આયોજન દ્વારા 9 મહિનાથી ઓછા સમયમાં આ દેવું દૂર કર્યું. જિયોએ આમાં સૌથી ખાસ ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ જિયો ફાઇનાન્શિયલના શેર માર્કેટમાં લિસ્ટ થયા છે.

પોતાના બાળકો વચ્ચે બિઝનેસ વહેંચ્યો

એક વર્ષ પહેલાં એજીએમમાં મુકેશ અંબાણીએ પોતાનો બિઝનેસ તેમના બાળકોમાં વહેંચ્યો હતો, જેમાં મોટા પુત્ર આકાશ અંબાણીને રિલાયન્સ જિયોની કમાન સંભાળવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની જવાબદારી સંભાળી રહી છે. અનંત અંબાણી ગ્રુપના નવા એનર્જી બિઝનેસને સંભાળી રહ્યા છે.

mukesh ambani nita ambani reliance business news