હવે મુકેશ અંબાણી અને માર્ક ઝકરબર્ગે મિલાવ્યા હાથ

04 July, 2019 07:19 PM IST  |  મુંબઈ(બિઝનેસ ડેસ્ક)

હવે મુકેશ અંબાણી અને માર્ક ઝકરબર્ગે મિલાવ્યા હાથ

હવે મુકેશ અંબાણી અને માર્ક ઝકરબર્ગે મિલાવ્યા હાથ

ભારતના પહેલી વાર ઈન્ટરનેટ વાપરતા યૂઝર્સને ટાર્ગેટ કરવા માટે દુનિયાના બે સૌથી મોટા ધનિક વ્યક્તિઓએ હાથ મિલાવ્યા છે. મુકેશ અંબાણી અને માર્ક ઝકરબર્ગ એકસાથે આવ્યા છે. રિલાયન્સ જીયો ફેસબુક સાથે મળીને ભારતમાં ડિજિટલ સાક્ષરતા પ્રોગ્રામ 'ડિજિટલ ઉડાન- સૌથી મોટો ડિજિટલ સાક્ષરતા પ્રોગ્રામ' લૉન્ચ કરી રહ્યા છે.

ફેસબુક ઈન્ડિયાના VP અને MD અજિત મોહનના જણાવ્યા પ્રમાણે, આ મિશનમાં ફેસબુક ભાગીદાર છે. નવા ઈન્ટરનેટ યુઝર્સને આકર્ષવા માટે અને તેમના માટે ઈન્ટરનેટનો વ્યાપ વધે તેવા પ્રયાસો કરવા માટે જીયોના ભાગીદાર બનીને ખુશ છીએ.

આ કાર્યક્રમ ભારતના 13 રાજ્યોમાં 200 અલગ અલગ જગ્યાએ 10 સ્થાનિક ભાષાઓમાં હશે. જ્યા જિયોના પહેલી વારના યુઝર્સ પણ હશે.

રિલાયન્સ જિયોએ ભારતના ટેલિકોમ માર્કેટમાં સસ્તા ડેટા પ્લાન સાથે એન્ટ્રી કરીને ધૂમ મચાવી દીધી હતી. જેના કારણે અન્ય કંપનીઓએ પણ તેમના ડેટાની કિંમતોમાં ઘટાડો કર્યો છે. સાથે જ અનેક ચાઈનીઝ કંપનીઓ પણ માર્કેટમાં આવી ગઈ હતી. અને હવે જિયો નવા યુઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચોઃ જાણો કેવી હોય છે બિઝનેસમેન મુકેશ અંબાણીની સિક્યોરિટી

શું છે કાર્યક્રમ?
દર શનિવારે આ કાર્યક્મ થશે જે નવા યુઝર્સને તેમના જિયો ફોનનો કેવી રીતે વપરાશ કરવો તે શિખવવામાં આવશે. ઈન્ટરનેટ સર્ફ કરવાની સાથે ઓનલાઈન સેફ્ટી અને ફેસબુક સહિતની એપ્લિકેશન્સ કેવી રીતે વાપરવી તે શીખવવામાં આવશે.

mukesh ambani mark zuckerberg business news