અબુધાબીની મુબાડાલા જિયોમાં 9093.6 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

05 June, 2020 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અબુધાબીની મુબાડાલા જિયોમાં 9093.6 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

જિયો

અબુધાબીની સોવરેન ફન્ડ મુબાડાલા ઈન્વેસ્ટમેન્ટ રિલાયન્સ જિયોમાં 1.85% હિસ્સો 9,093.6 કરોડ રૂપિયામાં ખરીદશે. એની જાણકારી દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 5 જૂને આપી છે.

6 સપ્તાહની અંદર જ રિલાયન્સના જિયો પ્લેટફૉર્મને એક નવો રોકાણકાર મળ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા શુક્રવારે આપવામાં આવેલી જાણકારી મુજબ, અબૂ ધાબીની મુબાડાલા ઈન્વેસ્ટમેન્ટ કંપની જિયો પ્લેટફૉર્મમાં 1.85% હિસ્સેદારી માટે 9093.6 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ સાથે જે જિયો પ્લેટફૉર્મમાં વિશ્વની જાણીતી ટેક્નોલૉજી અને ગ્રોથ કંપનીઓથી 87,655 કરોડ રૂપિયા એકત્રિત કરી ચૂકી છે. જિયો પ્લેટફૉર્મમાં મુબાડાલા સિવાય ફેસબુક, સિલ્વર લેક, વિસ્તા ઈક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક અને કેકેઆરએ રોકાણ કર્યું છે.

જિયો પ્લેટફૉર્મમાં આવેલા મુબાડાલાના આ રોકાણની ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા છે અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે પોતાના નિવેદનમાં કહ્યું, મુબાડાલા ઈન્વેસ્ટમેન્ટ કંપની જિયો પ્લેટફૉર્મમાં 9093.60 કરોડ રૂપિયાનું રોકાણ કરશે જેની ઈક્વિટી વેલ્યૂ 4.91 લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ 5.16 લાખ કરોડ રૂપિયા રહેશે.

મુબાડાલા ઈન્વેસ્ટમેન્ટ

મુબાડાબા ઈન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો આ અબુધાબીની Global Investment કંપની છે. ઈન્વેસ્ટમેન્ટ અબુધાબીની Sovereign Investor છે. આ અબુધાબી સરકારની ગ્લોબલ પોર્ટફોલિયો મેનેજર છે. 5 ઉપખંડોમાં 229 અરબ ડૉલરનું પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરે છે.

મુબાદલાના પોર્ટફોલિયોમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, સેમીકન્ડક્ટર, ધાતુઓ, ખાણકામ, ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ટેકનોલોજી, રિન્યૂએબલ એનર્જી અને યૂટિલિટીઝ એરોસ્પેસ અને વૈવિધ્યસભર નાણાકીય હોલ્ડિંગનું સંચાલન શામેલ છે.

mukesh ambani reliance abu dhabi business news