૨૬૩ કરોડથી વધુનાં આઈટી રીફન્ડ : સીબીઆઇએ ગુનો નોંધ્યો

28 January, 2022 08:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીબીઆઇએ ૨૬૩ કરોડ રૂપિયાના ટૅક્સ રીફન્ડ સંબંધે આવકવેરા ખાતાના ઇન્સ્પેક્ટર, એક વેપારી તથા અન્યો સામે ગુનો નોંધ્યો છે. 

મિડ-ડે લોગો

સીબીઆઇએ ૨૬૩ કરોડ રૂપિયાના ટૅક્સ રીફન્ડ સંબંધે આવકવેરા ખાતાના ઇન્સ્પેક્ટર, એક વેપારી તથા અન્યો સામે ગુનો નોંધ્યો છે. 
અધિકારીઓએ જણાવ્યા મુજબ આવકવેરા ખાતાએ નોંધાવેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ભૂષણ અનંત પાટીલ નામની વ્યક્તિએ ઇન્સ્પેક્ટર તાનાજી મંડલ અધિકારી સાથે મળીને ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ (ટીડીએસ) માટેની ક્રેડિટ ખોટી રીતે ક્લેમ કરી હતી. બીજી કેટલીક વ્યક્તિઓ સાથે મળીને તેમણે ગુનાકીય કાવતરું ઘડ્યું હતું અને ૨૬૩ કરોડ રૂપિયા કરતાં વધારેનાં રીફન્ડ મેળવ્યાં હતાં. એ રકમ પાટીલની માલિકીની કંપનીના બૅન્ક-અકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા. 
સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ જેમની સામે ગુનો નોંધ્યો છે એમાં રાજેશ મથાણી, આશિષ મેદીરત્તા, વીજેએમ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ (નવું નામ બ્લિટ્ઝ મલ્ટિમીડિયા પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ) અને ડેવિન્ડ એન્ટરપ્રાઇઝિસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ છે. આવકવેરા ખાતાના દક્ષતા વિભાગે સીબીઆઇને મોકલેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ કાવતરામાં દેશની અંદર તથા બહાર અનેક લોકોને નાણાં મોકલવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. વીજેએમ મીડિયાએ આકારણી વર્ષ ૨૦૦૭-’૦૮ અને ૨૦૦૮-’૦૯ માટે અનુક્રમે ૬.૫૮ લાખ અને ૯.૪૨ લાખ રૂપિયાનાં ટીડીએસ રિટર્નની ક્રેડિટ ક્લેમ કરી હતી. એ ઉપરાંત નવેમ્બર ૨૦૧૯થી નવેમ્બર ૨૦૨૦ના સમયગાળામાં બીજાં પણ રીફન્ડ લેવામાં આવ્યાં હતાં. 
ખાતાને જાણવા મળ્યું હતું કે સિનિયર ટૅક્સ અસિસ્ટન્ટ અધિકારીને પોતાના ઉપરીઓનાં આરએસએ ટોકન અને લૉગિનની વિગતોની જાણ હતી. તેમણે ભૂષણ પાટીલ સાથે મળીને દગાબાજી કરી હતી. 

business news